Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયામાં વીજપોલની કામગીરીમાં અડચણ સબબ વધુ એક ફરિયાદ

ખંભાળિયામાં વીજપોલની કામગીરીમાં અડચણ સબબ વધુ એક ફરિયાદ

- Advertisement -

ખંભાળિયા તાલુકામાં વીજપોલ તથા વીજ વાયર અંગે ભારત સરકારના વિદ્યુત મંત્રાલય દ્વારા 220 કે.વી.ની એ.સી. વિજલાઈન પ્રસ્થાપિત કરવા માટે ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ કામગીરી અંતર્ગત ખંભાળિયા તાલુકાના સિધ્ધપુર ગામે સર્વે નંબર 430 અને 432 વાળા ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન માટે કંપની દ્વારા સરકારના ધારા-ધોરણ મુજબ વળતર ચૂકવવાની તૈયારી હોવા છતાં પણ આ અંગે સિદ્ધપુર ગામના ધના ગોકળભાઈ કણજારીયા, જમન વાલા પરમાર, ચંદુ લાલાભાઈ પરમાર અને નાથા ડાયાભાઈ નકુમ નામના ચાર આસામીઓ દ્વારા તેમનું વળતર નહીં સ્વીકારી કંપની પાસે રૂા. 15 લાખની માંગણી કરી અને બળજબરીપૂર્વક વધુ વળતર મેળવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા હાથ ધરવામાં આવેલું વિજ લાઈનનું કામ બંધ કરાવી આ અંગે કામગીરી કરતા અરશીભાઈ રાજશીભાઈ ગોજીયા તથા અન્ય કર્મચારીઓને બિભત્સ ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ અહીંના પોલીસ મથકમાં અરશીભાઈ ગોજીયા દ્વારા ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

ઉપરોક્ત શખ્સો દ્વારા છેલ્લે આશરે એકાદ માસથી કામગીરીમાં અડચણરૂપ બની, કંપનીને આશરે રૂપિયા પાંચેક લાખ જેટલું નુકસાન કર્યાનું પણ વધુમાં જાહેર થયું છે. આ પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસ આઈપીસી કલમ 385, 188, 504, 506 (2) તથા ઇલેક્ટ્રિક સીટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular