Saturday, July 27, 2024
Homeરાજ્યપવિત્ર પુરુષોત્તમ માસના અંતિમ દિને દ્વારકામાં હજારો ભાવિકોએ ગોમતી સ્નાન કરી પુણ્યનું...

પવિત્ર પુરુષોત્તમ માસના અંતિમ દિને દ્વારકામાં હજારો ભાવિકોએ ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું

- Advertisement -

ત્રણ વર્ષે આવતા દાન-પુણ્યના તહેવાર એવા પવિત્ર પુરુષોત્તમ માસની આજે અમાસ હોય, દેવભૂમિ દ્વારકામાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન ઉપરાંત ગોમતી સ્નાનનું અનન્ય મહત્વ હોય છે. આજરોજ પુરુષોત્તમ માસની અમાસ અને આજે અંતિમ દિવસ હોય, દ્વારકામાં આજે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભાવિકોની ભીડ જોવા મળી હતી. સ્વર્ગ દ્વારેથી દ્વારકાધીશ મંદિરમાં પ્રવેશી અને આજના દિવસે લાખો ભક્તોએ કાળિયા ઠાકોરના દર્શન કર્યા હતા.

- Advertisement -

આ ઉપરાંત ગોમતી નદીમાં સ્નાન કરી છપ્પન સીડી વાટે સ્વર્ગ દ્વારેથી જગત મંદિરમાં પ્રવેશી અને ભગવાન દ્વારકાધીશના દર્શન દ્વારા ભાવિકોએ પુણ્યનું ભાથું બાંધ્યું હતું. છેલ્લા આશરે એક સપ્તાહથી અવીરત રીતે જોવા મળતા હજારો, લાખો શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓની સેવા સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ મંદિર સુરક્ષાના મુખ્ય અધિકારી સમીર સારડા તથા સ્ટાફની જહેમત કાબિલે દાદ બની રહી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular