કર્ણાટકમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના બે કેસ સામે આવ્યા બાદ સમગ્ર દેશ હાઈ એલર્ટ પર છે. ઓમિક્રોન વેરિઅન્ટથી કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સંક્રમણને રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો હવે એલર્ટ મોડ પર આવી ગઈ છે. રાજ્યોમાં કોવિડ પ્રોટોકોલને લઈને કડકાઈ વધારવામાં આવી છે. રસીકરણ અને પરીક્ષણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ખાસ કરીને વિદેશથી આવતા મુસાફરો પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે.
આજે રાજકોટમાં કોરોના સંક્રમિત સાઉથ આફ્રિકાથી આવેલા 2 દર્દીના સેમ્પલો પુણે મોકલવામાં આવ્યા છે. ઉપરાંત વિદેશથી અમદાવાદ આવેલા એક કોરોના પોઝીટીવ દર્દીમાં ઓમીક્રોનનો નવો વેરિયન્ટ છે કે નહી તે ચકાસવા માટે પુણે સેમ્પલ મોકલવામાં આવ્યા હતા જેનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. જામનગરના એક દર્દીનો રીપોર્ટ હજુ આવ્યો નથી.
આ ઉપરાંત દક્ષીણ આફ્રિકાથી જયપુર આવેલા એક જ પરિવારના 4 સભ્યો કોરોના પોઝીટીવ આવતા ઓમીક્રોન પરીક્ષણ માટે તમામના સેમ્પલો પુણે મોકલવામાં આવ્યા છે. કર્નાટકમાં બે દર્દીઓ ઓમીક્રોનથી સંક્રમિત છે.
વિશ્વના કુલ 30 દેશોમાં ઓમીક્રોનના 375 દર્દીઓ છે.
ભારત -2, સાઉથ આફ્રિકા – 183, બોત્સ્વાનામાં 19, નેધરલેન્ડમાં 16 કેસ, યુકેમાં 32 કેસ, જર્મનીમાં 10 કેસ, ઇટાલી, ઓસ્ટ્રીયા, સ્વીડનમાં 4-4 કેસ, ઓસ્ટ્રેલીયામાં 8 કેસ, ડેન્માર્કમાં 6 કેસ, હોંગકોંગ, કેનેડામાં 7 કેસ, પોર્ટુગલમાં 13 કેસ,ધાનામાં 33 કેસ, સ્વીત્ઝરલૅન્ડ, સાઉથ કોરિયા, નાઈજીરિયામાં 3-3 કેસ, ઇઝરાયેલ, બેલ્જીયમ,સ્પેન ,જાપાન, બ્રાઝીલ અને નોર્વેમાં 2-2 કેસ, ચેકીયા, યુએસએ, સાઉદી અરેબિયા, આયર્લેન્ડ,ફ્રાંસ અને યુએઇમાં 1-1 કેસ નોંધાયા છે.