ભારતમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટનું સંક્રમણ વધી રહ્યું છે. આજે દિલ્હીમાં 4 અને ગુજરાતમાં 1 કેસ નોંધાતા ભારતમાં કુલ 78 દર્દીઓ કોરોનાના ઓમીક્રોન વેરીયન્ટથી સંક્રમિત થયા છે. WHOએ કહ્યું કે ઓમિક્રોન ડેલ્ટથી પણ વધુ ઝડપથી ફેલાઈય રહ્યો છે. તેનાથી હોસ્પિટલોએ તૈયાર રહેવાની જરૂર છે. વો વેરિયન્ટ કેટલો જીવલેણ હશે તેના પર હાલ કંઈ પણ કહેવું ઉતાવળિયું ગણાશે પરંતુ તેનાથી મોતની સંખ્યા વધી શકે છે.
ગુજરાતમાં આજે ઓમીક્રોનનો વધુ એક કેસ નોંધાતા 5દર્દીઓ થયા છે. આજે મહેસાણા જિલ્લાના વિજાપુરના પિલવાઈમાં એક કોરોના પોઝીટીવ મહીલાનો ઓમીક્રોન રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. થોડા દિવસ પહેલા સાસુ-વહુને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેમાંથી વહુનો ઓમીક્રોન રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આજે જે મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો તેમના પરિવારના સભ્યનું નિધન થતા મહિલાનાં સ્વજનોમાં ઝિમ્બાબ્વેથી આવેલાં પરિવારજનો એક બેસણાના પ્રસંગે મળ્યાં હતાં.
કોરોના પૉઝિટિવ દર્દીમાં ઓમિક્રોન મ્યુટેશન છે કે નહીં તેના જીનોમ સિક્વન્સિંગ જાણવા માટે ગુજરાત બાયોટૅક્નોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા પીસીઆર પદ્ધતિ વિકસાવવામાં આવી છે. આ પદ્ધતિ દ્વારા માત્ર 10 કલાકની અંદર ઓમીક્રોન મ્યુટેશનો રીપોર્ટ આવી જાય છે. ઓમિક્રોન વેરિઅન્ટ વિશે જાણવા પીસીઆર પદ્ધતિ સૌપ્રથમ આઈસીએમઆર દ્વારા વિકસાવાઈ હતી. ત્યાર બાદ જીબીઆરસી સેન્ટરે વિકસાવતાં સમગ્ર દેશમાં બીજા ક્રમે છે.