જામનગરની શ્રીજી શીપીંગ કંપનીએ અમદાવાદ રાજવી એન્ટરપ્રાઈઝને ફલોટીંગ ક્રેઈનના ઓઇલની ખરીદીનો ઓર્ડર આપ્યો હોય અને રૂા.8,62,184 નું પેમેન્ટ પણ કરી આપ્યું હોય. આમ છતાં આરોપી કંપનીએ માલ ન મોકલી પેમેન્ટ મળ્યું ન હોવાનો જણાવી છેતરપિંડી આચરતા આ અંગે શ્રીજી શીપીંગ કંપની દ્વારા અમદાવાદની રાજવી એન્ટરપ્રાઈઝ વિરૂધ્ધ ફરિયાદ નોંધાતા સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર ટાઉનહોલ સર્કલ નજીક આવેલ શ્રીજી શીપીંગ કંપની દ્વારા અમદાવાદ રાજવી એન્ટરપ્રાઈઝને ફલોટીંગ ક્રેઈનના ઓઇલની ખરીદી માટે તેઓના ઈમેઇલ આઈડી [email protected] મારફતે પર્ચેસ ઓર્ડર આપ્યો હતો. જે બાદ ગત તા.6-11-2023 ના રોજ રાજવી એન્ટરપ્રાઈઝના ઈમેઈલ આઈડી [email protected] મારફતે શ્રીજી શીપીંગ કંપનીના મેઈલ આઈડી ઉપર પેમેન્ટ માટે ઈનવોઇસ મોકલવામાં આવ્યું હતું. જે ઈનવોઇસમાં જણાવ્યા મુજબ, બેંક ઓફ ઈન્ડિયાના બેન્ક એકાઉન્ટ નંબર 003110110019886 વાળા એકાઉન્ટમાં શ્રીજી શીપીંગ કંપનીના બેન્ક એકાઉન્ટમાંથી રૂા.8,62,184નું પેમેન્ટ કરાયું હતું. જે પેમેન્ટ કરાયા છતાં શ્રીજી શીપીંગ કંપનીએ તેઓને મંગાવ્યા મુજબનો માલ મળ્યો ન હતો. આ અંગે ફરિયાદી શ્રીજી શીપીંગ કંપનીના પરર્ચેસ એકઝીકયુટીવ પ્રતિકભાઈ ચંદ્રેશભાઈ ઓઝા રાજવી એન્ટરપ્રાઈઝના જવાબદાર વ્યક્તિ બિરજુ શાહને માલ ન મળ્યા બાબતનું કારણ પૂછતા કંપનીને પેમેન્ટ ન મળ્યું હોવાનો અને ઉપરોકત બેંન્ક એકાઉન્ટ તેઓનું ન હોવાનું જણાવી આજ દિન સુધી ફરિયાદીએ મંગાવ્યા મુજબનો માલ કે રૂપિયા પરત કર્યા ન હતાં.
આમ આરોપીઓએ રાજવી એન્ટરપ્રાઈઝના ઈમેઈલ આઈડી પરથી ફરિયાદીને મેઈલ કરી ફરિયાદી શ્રીજી શીપીંગ કંપની પાસેથી ઓઇલ ખરીદી પેટે રૂા.8,62,184 અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી દીધા અંગે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ઈમેઇલ આઈડી [email protected] ના ઉપયોગથી ઓનલાઈન ઠગાઈ કરનાર અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી સાયબર ક્રાઈમ પીઆઈ એચ.વી. રાઠોડ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ હતી.