જામનગર શહેરના નવાગામઘેડ વિસ્તારમાં ખડખડનગરમાં રહેતા શખ્સના મકાનમાંથી સીટી-બી ડિવિઝન પોલીસ સાથે રેઇડ દરમિયાન તલાસી લેતાં 25 બોટલ દારુ કબજે કરી શખ્સની શોધખોળ આરંભી હતી. જામનગરના શાંતિનગર વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી તલાસી દરમિયાન છ બોટલ દારુ મળી આવતાં પોલીસે શખ્સને ઝડપી લીધો હતો.
દારુ અંગેના દરોડામાં વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના નવાગામ ઘેડમાં ખડખડનગર વિસ્તારમાં રહેતા મુકેશ રાયમલ લોરીયા નામના શખ્સના મકાનમાં દારુનો જથ્થો હોવાની બાતમીના આધારે સીટી-બી ડિવિઝન પોલીસ સાથે રેઇડ દરમિયાન તલાસી લેતાં મકાનમાંથી રૂા. 12500ની કિંમતની 25 નંગ ઇંગ્લીશ દારુની બોટલો મળી આવતાં પોલીસે દારુ કબજે કરી મુકેશ લોરીયાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. બીજો દરોડો જામનગર શહેરના શાંતિનગર શેરી નં. 7માં રહેતા અને ડ્રાઇવીંગ કરતાં કુલદીપસિંહ તનુભા ઝાલાના મકાનમાંથી સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટાફે તલાસી લેતાં રૂા. 3000ની કિંમતની દારુની છ બોટલ મળી આવતાં પોલીસે કુલદીપસિંહની ધરપકડ કરી ગુનો નોંધી તપાસ આરંભી હતી.