Saturday, December 21, 2024
Homeરાજ્યગુજરાતહવે રાષ્ટ્રિયકૃત્ત બેંકોની 15 અને 16 માર્ચે હડતાળ

હવે રાષ્ટ્રિયકૃત્ત બેંકોની 15 અને 16 માર્ચે હડતાળ

- Advertisement -

ભારત સરકાર દ્વારા બેન્કોના કરવામાં આવનારા ખાનગીકરણ સામેના વિરોધમાં દેશભરની રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓએ આગામી 15મી એને 16મી માર્ચે બે દિવસની હડતાલ પાડવા નો નિર્ણય કર્યો છે. દેશભરના 9 બેન્ક યુનિયનોએ હડતાલના આ કોલને ટેકો આપ્યો છે. ગુજરાતમાં તમામ રાષ્ટ્રીયકૃત બેન્કોના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ આ બે દિવસની હડતાલમાં જોડાશે.

- Advertisement -

આ હડતાલમાં એકલા ગુજરાતમાંથી 55000કર્મચારીઓ અને અધિકારીઓ જોડાશે. સરકાર બેન્કોનું ખાનગીકરણ કરીને ખાનગી કંપનીઓને તેનો હવાલો સોંપી દેવા માગે છે. બીજી એક શક્યતા એવી છે કે વિદેશી રોકાણકારોને હવાલે બેન્ક કરી દેવામાં આવશે. આ બાબતમાં સરકારનું મન ખુલ્લું નથી. તેથી સરકાર ફોડ પાડીને વાત કરતી નથી. તેથી જ બેન્ક કર્મચારીઓ ખાનગીકરમનો સખત વિરોધ કરી રહ્યા છે. ગુજરાતના અને ભારતના ધનપતિઓ બેન્કો ખરીદી લેવા તત્પર જ છે. તેમના હાથમા ંલોકોનો પૈસો આવી જાય તેવા ગણિતો માંડીને તેઓ બેઠાં છે.

ખાનગીકરણના વિરોધ પાછળનું બીજું એક કારણ એ પણ છે કે દેશમાં 1969માં સરકારે બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું તે પૂર્વેના 30થી 40 વર્ષના ગાળામાં 1960થી વધુ બેન્કો ખાડે ગઈ હતી. તેમાં લોકોએ તેમના મહેનતની મૂડી ગુમાવી હતી. પરિણામે ખાનગી બેન્કોનો વાવટો સંકેલી લેવાની ફરજ પડી હતી. અત્યારે પણ બેન્કમાંથી મસમોટી રકમની લોન લઈને બેન્કના નાણાં ડૂબૈાડનારાઓની કમી નથી જ નથી. આ સંજોગમાં બેન્કનું ખાનગીકરણ લોકોની થાપણો સાથે રમત કરવાનો ઉદ્યોગોને અધિકાર આપવા જેવી ચેષ્ઠા ગણાશે. છેલ્લા 10 વર્ષમાં દસ લાખ કરોડથી વધુ એનપીએ બેન્કોની થઈ છે. તેમાં મોટા ઉદ્યોગપતિઓ મેોટી સંખ્યામાં જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. આ સંજોગમાં બેન્કોના ખાનગીકરણનો નિર્ણય પ્રજાના હિતમાં નહિ હોય તેવું માનવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular