Tuesday, March 19, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઓસ્ટ્રેલિયામાં હવે મંદિરો પર હુમલા સહન નહીં થાય : મોદી

ઓસ્ટ્રેલિયામાં હવે મંદિરો પર હુમલા સહન નહીં થાય : મોદી

ઓસ્ટ્રેલિયા પ્રવાસની પુર્ણાહુતિએ પ્રધાનમંત્રીએ સિડનીમાં સ્પષ્ટ વાત કરી : હુમલાખોરો સામે કડક પગલાંની ઓસ્ટ્રેલિયન પીએમની ખાતરી

- Advertisement -

વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એંથની અલ્બનીજ સાથેની શિખર મંત્રણામાં બન્ને દેશો વચ્ચે બિન પરંપરાગત ઉર્જા, વ્યાપાર તથા સંરક્ષણ ક્ષેત્રે બન્ને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ દોહરાવતા જણાવ્યું હતું કે, ભારત અને ઓસ્ટ્રે.ના સંબંધો હવે ટી20માં પ્રવેશી ગયા છે અને મોદીએ આકરા શબ્દોમાં જણાવ્યું કે બન્ને દેશોના આ ગાઢ બનતા જતા સંબંધોમાં કોઈ તત્વ કે સંગઠન તમો વિચારો કે તેમના કૃત્યથી વિધ્ન સર્જવા કોશીશ કરશે તો તે સ્વીકાર્ય રહેશે નહી. ભારત આવવા રવાના થતા પુર્વે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં મોદીએ હાલમાંજ ઓસી.માં ભારતીય મંદિરો તથા ધર્મસ્થાનો પર વધેલા હુમલાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું. મંદિરો પરના હુમલા સ્વીકાર્ય નથી અને ઓસી વડાપ્રધાને મને ખાતરી આપી છે કે ભવિષ્યમાં આ પ્રકારના હુમલા કરનાર સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisement -

મોદીએ હાલમાંજ ઓસીમાં સ્વામિનારાયણ મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર અને શિવમંદિર પર ખાલીસ્તાની તત્વો દ્વારા હુમલા તથા તોડફોડ અને મંદિરોની દિવાલો પર ધર્મવિરોધી સૂત્રો લખવા વિ. થઈ રહેલી પ્રવૃતિનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું કે મે અલ્બનીઝ સાથે આ મુદે વિસ્તૃત રીતે વાતચીત કરી હતી અને તેઓએ પણ તેમાં આકરા પગલાની ખાતરી આપી હતી તથા જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા પણ આ પ્રકારના હુમલાને સ્વીકારી શકે નહી. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને જણાવ્યું કે વડાપ્રધાન મોદીના આ પ્રવાસથી બન્ને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે. આ અગાઉ ગઈકાલે વડાપ્રધાને સીડનીમાં ઓલિમ્પિક પાર્ક ખાતે અહી વસતા હજારો ભારતીયોનું અભિવાદન ઝીલ્યું હતું. જેમાં ઓસી. વડાપ્રધાન હાજર હતા. મોદીનો આ ઓસી પ્રવાસ ખૂબ જ સફળ રહ્યો છે તથા તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular