Saturday, July 27, 2024
Homeરાજ્યસિકકા નગરપાલિકામાં એકપણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં, ખિચડા શાસનના ભણકારા

સિકકા નગરપાલિકામાં એકપણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં, ખિચડા શાસનના ભણકારા

- Advertisement -

જામનગર જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી તા.28 ફેબ્રુઆરીના રોજ યોજાઇ હતી. આજે આ તમામ ચૂંટણી માટે મતગણતરી હાથ ધરાઇ હતી. જેમાં જામનગર જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો છે. જયારે બીજી બાજુ સિકકા નગરપાલિકામાં ખિચડા સરકાર રચાઇ તેવાં અણસાર જોવા મળી રહ્યા છે. આજે યોજાયેલી મતગણતરીમાં સિકકા નગરપાલિકામાં ભાજપા 12 બેઠકો, કોંગ્રેસ 14 બેઠકો તથા એન.સી.પી. 02 બેઠકો મેળવવામાં સફળ રહી છે. આમ, એમ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હોય ખિચડા સરકાર રચાવવાના અણસાર જોવા મળી રહ્યા છે.

- Advertisement -

ગત્ તારીખ 28 ફેબ્રુઆરીના રોજ સિકકા નગરપાલિકાના 07 વોર્ડની 24 બેઠક માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં કુલ 85 ઉમેદવારો મેદાનમાં હતાં. સિકકા નગરપાલિકામાં 66.18 % જેટલું મતદાન નોંધાયું હતું. તેની આજે મતગણતરી હાથ ધરાઇ હતી. મતગણતરી બાદ સિકકા નગરપાલિકામાં 12 બેઠકો ઉપર ભાજપ, 14 બેઠકો ઉપર કોંગ્રેસ અને 02 બેઠકો પર એન.સી.પી. નો વિજય થયો છે. મતગણતરીના શરૂઆતના તબકકાથી અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટકકર જેવો માહોલ જોવા મળ્યો હતો અને સિકકા નગરપાલિકાની 28 બેઠકોમાં એક પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા ખિચડા શાસન જોવા મળી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં રાજકીય પક્ષો સત્તા હાંસલ કરવા જોડ-તોડની રાજનીતિ અપનાવે તેવું દેખાઇ રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular