Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયમોંઘવારીની મહામારીને નાથવા સરકાર પાસે કોઇ જ વેકસીન નથી !

મોંઘવારીની મહામારીને નાથવા સરકાર પાસે કોઇ જ વેકસીન નથી !

ગુજરાત કે દેશમાં, કયાંય મોંઘવારીનો વિરોધ થતો નથી : આશ્ચર્ય

- Advertisement -

કોરોના અને લોકડાઉનને વર્ષ થવાને હજુ થોડાં દિવસોનો સમય છે. મહામારીમાંથી હેમખેમ લોકો બહાર આવી ગયા છે અને આવતા જાય છે. જોકે લોક આરોગ્યની સાથે આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં તોતીંગ વધારો કોરોના બિમારીએ કરી નાંખ્યો છે. પેટ્રોલ, ખાદ્યતેલો અને સોનું તેના દાખલા છે. આ વસ્તુઓએ બધા જ ઘરના બજેટ ખોરવી નાંખ્યા છે. સરકારે પણ ભાવવધારા મુદ્દે કોઇ કાર્યવાહી કરવા નનૈયો ભણી દેતા સામાન્ય વર્ગની સ્થિતિ કથળી ગઇ છે.

- Advertisement -

સરકારે તો ખાદ્યચીજો કે આવશ્યક ચીજોના ભાવવધારા સામે હાથ ઉંચા કરી દીધાં છે. છતાં ચૂંટણીઓમાં શાસક પક્ષને ફાયદો મળ્યો છે. કદાચ ચોક્કસવર્ગને ભાવવધારાની ફરિયાદ નથી પરંતુ રોજનું કમાઇને કે ફિક્સ આવકમાં જીવનારા સામાન્ય લોકોને આકરો ડામ લાગ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવ એટલા વધ્યા નથી જેટલા ઘરઆંગણે પેટ્રોલ અને ડિઝલના ભાવ ઉંચકાઇ ગયા છે. ગયા વર્ષના માર્ચ મહિનાની તુલનાએ આ વર્ષે માર્ચમાં 31 ટકા જેટલો તોતીંગ વધારો થઇ ગયો છે, એવું નથી કે ક્રૂડ બહુ મોંઘું થઇ ગયું’ છે પણ સરકારની એક્સાઇઝ અને વેટના ભારણ વધી ગયા છે. કોરોનામાં થયેલા ખર્ચનું સાટુ વાળવા માટે સરકારે સરળ અને ટૂંકો રસ્તો અપનાવીને પેટ્રોલિયમ ખૂબ મોંઘા કરી નાંખ્યા છે.

- Advertisement -

ખાદ્યતેલોના મોરચે પણ મોંઘવારી સળગી ગઇ છે. સીંગતેલ ગયા વર્ષથી 24 ટકા મોંઘું છે. ગુજરાતમાં મગફળી તો ખૂબ પાકી હતી પરંતુ કોરોનાની બિમારી ચીનમાં નાબૂદ થઇ જવાના આરે આવતા સીંગતેલની ખૂબ આયાત કરી અને ભારતમાં ભાવ ઉંચકાઇ ગયા. સરકારે નિકાસ અટકાવવા કે નિયંત્રિત કરવાના કોઇ પ્રયત્નો કર્યા નથી. પરિણામે લોકોને મોંઘું સીંગતેલ મળી રહ્યું છે. જોકે કિસાનોને મગફળીની તેજીથી ભરપુર ફાયદો મળ્યો છે.

બ્રોકરો કહે છે, પામતેલ, સોયાતેલ અને સૂર્યમુખી તેલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે તેજી છે એટલે ખાદ્યતેલો મોંઘા છે. જોકે સીંગતેલનું કારણ અલગ છે. કારણકે તેના ઉપર ચીનની નિકાસમાગથી અસર પડી છે. ભારત પામતેલ માટે મલેશિયા પર આધાર રાખે છે. ત્યાં જ સળગી રહ્યા છે એટલે ઘરેલુ બજારમાં 48 ટકાનો જબરજસ્ત વધારો થયો છે. પામતેલનો ડબો અત્યારે સૌથી મોંઘો થઇ ગયો છે. કપાસિયા તેલના ભાવ કપાસિયા કરતા પામતેલને આધારે વધુ પ્રમાણમાં નક્કી થઇ રહ્યા છે. પામતેલની અસરથી કપાસિયા તેલ 44 ટકા જેટલું મોંઘું થઇ ગયું છે.સામાન્ય રીતે આખું વર્ષ રુ. 40-50 ની વધઘટે મળી જતું સૂર્યમુખી તેલ 56 ટકા વધ્યું છે. આમ લોકોએ આ વર્ષે સૂર્યમુખીને બદલે સીંગતેલ કે કપાસિયા તેલ અપનાવી લીધાં છે.

- Advertisement -

કોરોનાને લીધે લોકોના પૈસા ડૂબી જશે એવા ડરથી દુનિયાભરમાં સોનાની માગ વધી ગઇ છે એટલે એક વર્ષમાં સોનું 10 ટકા ઉંચકાયું છે. જોકે હવે તેજી હળવી થઇ ગઇ છે. ખાદ્યતેલો અને પેટ્રોલના ભાવવધારાની સાઇકલ ટૂંકાગાળામાં અટકે તેમ નથી. સરકાર પણ આ મામલે માથું મારવાના મૂડમાં નથી. લોકોએ ભાવવધારો સહન કર્યા સિવાય છૂટકો નથી. કારણકે હવે ભાવવધારાનો વિરોધ પણ ક્યાંય થતો નથી એ મોટું આશ્ચર્ય છ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular