Thursday, September 19, 2024
Homeરાજ્યગુજરાતહિન્દુ યુવતિઓને કોઈ ઉઠાવી જાય એ નહીં ચાલે : સીએમ રૂપાણી

હિન્દુ યુવતિઓને કોઈ ઉઠાવી જાય એ નહીં ચાલે : સીએમ રૂપાણી

- Advertisement -

પંચમહાલના ગોધરામાં ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લવ જેહાદ મામલે મોટુ નિવેદન આપ્યું છે.  મુખ્યમંત્રીએ માર્ચ મહિનામાં મળનારા વિધાનસભા સત્રમાં લવ જેહાદ વિરૂદ્ધ કાયદો લાવવાની જાહેરાત કરી છે.

- Advertisement -

પંચમહાલમાં ચુંટણી પ્રચાર દરમિયાન તેઓએ કહ્યું કે, “ હિંદુ યુવતીઓને કોઈ ઉઠાવી જાઈ એ હવે ચાલશે નહીં. તેમણે આ લવ જેહાદના કાયદાથી ધર્માંતરણ અટકવાનો પણ હુંકાર વ્યકત કર્યો હતો. ગોધરા ખાતે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ માટે યોજાયેલ જાહેર  સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે કોઈ પણ હિન્દુઓની દીકરીઓને ઉઠાવી જાય તે નહિ ચલાવી લેવાય. આ માટે  આગામી વિધાનસભા સત્રમાં ગુજરાતમાં લવ જેહાદ વિરુદ્ધ કડક કાયદો લાવીને હિંદુ બહેન-દિકરીઓને વધુ સલામતી પુરૂ પાડવામાં આવશે. મહત્વનું છે કે, આ પહેલા પણ રાજ્યના મુખ્યમંત્રીએ પોતાના ભાષણોમાં લવ જેહાદ મુદ્દે કાયદો લાવવાની વાત કરી હતી. ત્યારે હવે આગામી મહિનેથી શરુ થનાર વિધાનસભા સત્રમાં સરકાર લવ જેહાદ વિરુદ્ધ બિલ રજુ કરશે. 

 24 ઓક્ટોબરે ઉત્તર પ્રદેશ કેબિનેટે લવ જેહાદ પર અધ્યાદેશને મંજૂરી આપી હતી. અધ્યાદેશમાં જણાવ્યાનુંસાર છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવવા પર 10 વર્ષની સજા થશે, આ ઉપરાંત સહમતિથી ધર્મ પરિવર્તન માટે જિલ્લાધિકારીને 2 મહિના પહેલા સૂચના આપવાની રહેશે. આ પ્રપત્રનું ઉલંઘન કરનારને ઓછામાં ઓછી 6 મહિનાની અને વધુંમાં વધુ 3 વર્ષની જેલની સજાની જોગવાઈ પણ યુપી સરકારે કરી છે. સાથે ઓછામાં ઓછી 10 હજાર રુપિયાનો દંડ પણ લગાવવામાં આવશે. ત્યારે અનેક ધાર્મિક પુજારી, મૌલવી વગેરે જો પોતાના પ્રપત્રનું ઉલંઘન કરશે તે તેમને ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધું 5 વર્ષની સજા થઈ શકે છે. ત્યારે ઓછામાં ઓછા 25  હજાર રુપિયાનો દંડ લગાવી શકાય છે. ત્યારે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પણ લવ જેહાદ વિરુધ કાયદો લાવવાની સીએમ રૂપાણીએ જાહેરાત કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular