Monday, January 13, 2025
Homeરાજ્યજામનગર જિલ્લામાં ત્રણ સ્થળોએ જૂગાર દરોડામાં નવ શખ્સ ઝડપાયા

જામનગર જિલ્લામાં ત્રણ સ્થળોએ જૂગાર દરોડામાં નવ શખ્સ ઝડપાયા

- Advertisement -

જામજોધપુરમાં સ્મશાન નજીક આવેલા રીંગરોડ પર જાહેરમાં જૂગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રૂા.10840 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. જામનગર તાલુકાના સીક્કા કારાભુંગા વિસ્તારમાંથી જૂગાર રમતા ત્રણ શખ્સોને રૂા.10260 ની રોકડ સાથે અને જામનગરના આર્યસમાજ રોડ પરથી એક શખ્સને ક્રિકેટનો જૂગાર રમાડતા ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામજોધપુરમાં સ્મશાન પાસેના રીંગરોડ પર ટયુબલાઈટના અંજવાળે જૂગાર રમતા સુનિલ ઠાકરશી મકવાણા, મનોજ રાજા મકવાણા, તોફિક હુશેન મકરાણી, અસલમ કાદર કટારીયા, વિજય ગોરા સોલંકી નામના પાંચ શખ્સોને જામજોધપુર પોલીસે રૂા.10840 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. બીજો દરોડો, જામનગર તાલુકાના સીક્કા કારાભુંગા વિસ્તારમાં બાવળની ઝાળીઓમાં તીનપતિનો જૂગાર રમતા ભરત રાઠોડ, ભીખુભા જેઠીજી કંચવા, અશોક દલપત નાકર સહિતના ત્રણ શખ્સોને રૂા.10260 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

ત્રીજો દરોડો, જામનગર શહેરમાં આર્યસમાજ રોડ પર જાહેરમાં ટીવીમાં જીવંત પ્રસારણ ઉપર આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટના મુંબઇ ઈન્ડીયન્સ અને કલકતા નાઈટ રાઇડર્સ વચ્ચેની મેચમાં રનફેર હાર-જીતના સોદા કરી જૂગાર રમાડતા હિતેશ નટવરલાલ બારમેડા નામના શખ્સને સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી લઇ રૂા.2510 ની રોકડ રકમ અને રૂા.5000 ની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.7510 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં હર્ષદ ઉર્ફે લીગો મુંજાલનું નામ ખુલતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular