Tuesday, December 24, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઆવતા સપ્તાહે વિશ્વની વસ્તી 8000000000

આવતા સપ્તાહે વિશ્વની વસ્તી 8000000000

- Advertisement -

વિશ્ર્વની વસ્તી સતત વધી રહી છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા પ્રમાણે આગામી સપ્તાહમાં એક મહત્વનો સીમાચીન્હરૂપ સ્થિતિ જોવા મળશે. એટલે કે આગામી સપ્તાહે દુનિયાની વસ્તી 8 અબજને પાર કરી જશે. સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા વિભાગનું કહેવું છે કે આગામી દાયકામાં વસ્તી વૃદ્ધિનું આ વલણ આગળ વધશે. અપેક્ષિત જીવન એટલે કે આયુષ્ય વર્ષ 2050 સુધીમાં વધીને 77.2 વર્ષ થઈ જશે. 15 નવેમ્બર સુધીમાં પૃથ્વી પર માનવીની વસ્તી 8 અબજને પાર થઈ જશે,જે વર્ષ 1950માં 2.5 અબજની તુલનામાં ત્રણ ગણી હશે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ પ્રમાણે અપેક્ષિત જીવનમાં વૃદ્ધિની સાથે સાથે બાળકો પેદા કરવાની ઉંમરમાં લોકોની સંખ્યાને જોતા સંયુક્ત રાષ્ટ્રએ આગાહી કરી છે કે વર્ષ 2030 સુધીમાં વિશ્વની વસ્તી 8.5 અબજ અને વર્ષ 2050 સુધીમાં 9.7 અબજ તથા 2080ના દાયકામાં 10.4 અબજ થઈ જવાની શક્યતા છે. 1960ના દાયકામાં વસ્તી વધારાની ઝડપ તેની ચરમસીમા પર હતી, જે વર્ષ 2020માં નાટ્યાત્મક રીતે 1 ટકા જેટલી નીચે આવી ગઈ છે. ચીનના નિષ્ણાતોનું માનવું છે કે પ્રાદેશિક જનસંખ્યામાં અંતર આગળ જતા જિયોપોલિટિક્સમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. બદલાઈ રહેલા રુઝાનનું અન્ય એક ઉદાહણ જોઈએ તો વિશ્ર્વમાં સૌથી વધારે વસ્તીવાળા દેશ તેની જગ્યા પર પરસ્પર બદલાઈ જશે. સંયુકત રાષ્ટ્રના જણાવ્યા પ્રમાણે 2023ની શરૂઆતમાં ભારત વસ્તીમાં પ્રથમ સ્થાને પહોંચી જશે અને ચીન બીજા ક્રમ પર પહોંચી જશે. ચીનની વસ્તી 1.4 અબજ છે, જે 2050 સુધી ઓછી થઈ 1.2 અબજ થશે. આ સાથે એવી પણ માહિતી મળી છે કે ચીનની વસ્તી 80 કરોડ પહોંચી શકે છે. ભારતમાં વસ્તી વધારાનો દર ચીનની તુલનામાં ઘણો વધારે હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular