કોરોનાના વધતા કેસોની વચ્ચે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસચ -ર (આઇસીએમઆર)એ કોરોના ટેસ્ટિંગ અંગે એક મહત્ત્વપૂર્ણ સલાહ આપી છે. આઇસીએમઅઆરએ જણાવ્યું છે કે કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલા લોકોને ત્યાં સુધી કોરોના ટેસ્ટ કરાવવાની જરૂર નથી જ્યાં સુધી તેમની ઓળખ ઉંમર અથવા અન્ય બિમારીઓથી પીડિત હોવાને કારણે વધુ જોખમવાળા તરીકે કરવામાં આવી હોય. આઇસીએમઆર એડવાઇઝરી ઓન પરપોઝિવ ટેસ્ટિંગ સ્ટ્રેટેજી ફોર કોવિડ-19એ વધુમાં જણાવ્યું છે કે આંતર રાજય ડોમેસ્ટિક ટ્રાવેલ કરનારા યાત્રીઓનો પણ કોરોના ટેસ્ટ કરવાની જરૂર નથી. તેણે વધુમાં જણાવ્યું છે કે આ ટેસ્ટ આરટી-પીસીઆર, ટ્રુનેટ, સીબીએનએએટી, સીઆરઆઇ એસપી આર, આરટી-લેમ્પ, રેપિડ મોલેક્યુલર ટેસ્ટિંગ સિસ્ટમ અથવા
રપિડ એન્ટિજન ટેસ્ટ (આરએટી) દ્વારા કરવામાં આવી શકે છે. એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે પોઇન્ટ ઓફ કેર ટેસ્ટ(ઘરે અથવા સેલ્ફ ટેસ્ટ/આરએટી) અને મોલેક્યુલર ટેસ્ટિંગ સિસ્ટમમાં પોઝિટીવને ફરીથી કોઇ પણ ટેસ્ટ કર્યા સિવાય પોઝિટીવ ગણવામાં આવશે. આઇસીએમઆરએ વધુમાં જણાવ્યું છે કે કોરોનાના લક્ષણ ધરાવતી વ્યકિતનું હોમ કે સેલ્ફ ટેસ્ટ કે આરએટી નેગેટિવ આવે તો તેણે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો જોઇએ.