Saturday, October 12, 2024
Homeરાજ્યરાવલસર નજીક કારે અચાનક બ્રેક મારતાં બાઇક કારમાં ઘૂસી ગયું

રાવલસર નજીક કારે અચાનક બ્રેક મારતાં બાઇક કારમાં ઘૂસી ગયું

જોગવડ દર્શન કરવા જતાં બાઇકસવાર બે મિત્રોને ઇજા : પોલીસ દ્વારા કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગર તાલુકાના જોગવડ દર્શન કરવા બે મિત્રો બાઇક પર જઇ રહ્યા હતાં તે દરમ્યાન રાવલસર ગામના પાટીયા નજીક પહોંચ્યા ત્યારે આગળ જતી કારના ચાલકે બેફિકરાઇથી કાર ચલાવી એકાએક બ્રેક મારતાં પાછળથી આવતી બાઇક કારના ઠાઠામાં ઘૂસી જતાં અકસ્માતમાં બંન્ને મિત્રોને ઇજા પહોંચી હતી.

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર શહેરના શંકરટેકરીમાં મહાદેવના મંદિર નજીક રહેતાં હેમંત માઘવજી માવ અને તેનો મિત્ર મિતેશ બુધવારે સવારના સમયે જીજે-10-બીએફ-9735 નંબરના બાઇક પર જોગવડ દર્શન કરતાં જતાં હતાં તે દરમ્યાન રાવલસર ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે આગળ જતી જીજે-10-ડીઇ-6124 નંબરની ઇકો કારના ચાલકે બેફિકરાઇથી કાર ચલાવી એકા-એક બ્રેક મારતાં પાછળથી આવતું બાઇક કારના ઠાઠામાં ઘૂસી જતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં હેમંત અને મિતેશને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત બંન્ને યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવની જાણ થતાં હેકો.એમ.પી.સિંઘવ તથા સ્ટાફે ઇજાગ્રસ્તના નિવેદનના આધારે કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular