રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ શુક્રવારે પરિવાર સાથે આંધ્રપ્રદેશના તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ મંદિરમાં ભગવાન વેંકટેશ્વરના દર્શન કરી અને પ્રાર્થના કરી હતી.
અંબાણીએ તેમના પરિવાર સાથે શુક્રવારે સવારે અભિષેકમ અને નિજપદ દર્શન સેવામાં ભાગ લીધો હતો. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના કાર્યકારી અધિકારી ધર્મા રેડ્ડીએ અંબાણીને આવકાર્યા હતા અને દર્શનની વ્યવસ્થા કરી હતી.
દર્શન બાદ રંગનાયક મંડપમાં વિદ્વાનો દ્વારા વૈદિક આશીર્વાદ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુકેશ અંબાણીએ કહ્યું કે તેઓ તિરુમાલાની મુલાકાત લઈને ખુશ છે. તેમણે કહ્યું કે તિરુમાલા મંદિર દર વર્ષે વિકાસ અને સુધારો કરી રહ્યું છે. તેમણે વેંકટેશ્વર સ્વામીને પ્રાર્થના કરી દરેક માટે આશીર્વાદ માગ્યા હતા.