Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લાના ત્રણ સ્ટેશનોએ ટ્રેનોના સ્ટોપેજને લીલીઝંડી બતાવતા સાંસદ પૂનમબેન માડમ

જામનગર જિલ્લાના ત્રણ સ્ટેશનોએ ટ્રેનોના સ્ટોપેજને લીલીઝંડી બતાવતા સાંસદ પૂનમબેન માડમ

- Advertisement -

જામનગર સંસદીય મત વિસ્તારના ત્રણ મહત્વના સ્થળો ઉપર રેલવે વિભાગ દ્વારા કોરોના સમયે રદ્દ કરાયેલા સ્ટોપેજને પૂન: ચાલુ કરવા માટે સાંસદ પૂનમબેન માડમની રેલવે મંત્રીને કરેલ રજૂઆત સફળ થઈ અને રજૂઆતને સુખદ વાચા આપીને મુંબઇ-ઓખા ટ્રેનનો અલિયાબાડા, વડોદરા-જામનગર ઈન્ટરસીટી ટ્રેનનો જામવણથલી અને ઓખા-રાજકોટ ટ્રેનનો જાલિયાદેવાણી ખાતે સ્ટોપ મંજૂર કરવામાં આવતા આ ત્રણેય સ્ટોપેજને તા.16 ના રોજ સાંસદ પૂનમબેન માડમના હસ્તે શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલ, જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરચ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઈ મુંગરા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હસુભાઈ કણઝારીયા, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, તાલુકા પંચાયતના પ્રમુખ કાંતિભાઈ દુધાગરા, ભાવનોબન શિયાળ, જિલ્લા પંચાયત સદસ્ય કમલેશભાઈ ધમસાણિયા, વિઠ્ઠલભાઈ કણઝારીયા, નંદલાલભાઇ ભેંસદડિયા, લખધીરસિંહ જાડેજા, ભાજપા મહામંત્રી દિલીપસિંહ ભોજાણી અને અભિષેકભાઈ પટવા, જામનગર તાલુકા ભાજપા પ્રમુખ મુકુંદભાઈ સભાયા, ધ્રોલ તાલુકા ભાજપા પ્રમુખ નવલભાઈ મુંગરા અને ધ્રોલ શહેર ભાજપા પ્રમુખ સમીરભાઈ શુકલા, તાલુકા પંચાયતોના સદસ્યઓ, આજુબાજુ ગામોના સરપંચઓ, ચૂંટાયેલા વિવિધ પદાધિકારીઓ, બહોળી સંખ્યામાં ગ્રામજનો તેમજ રાજકોટ રેલવે ડીવીઝનના ડી આર એમ અશ્વિનીકુમાર, ડીસીએમ સુનિલ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

આ પ્રસંગે ડીઆરએમ દ્વારા અપાયેલી માહિતી મુજબ રાજકોટ-કાનાલુસના ડબલ ટ્રેકનું કામ રૂા.1011 કરોડના ખર્ચે નિર્માણ થઈ રહેલ છે. સાથો સાથ કાનાલુસ – ઓખા સુધીના રેલવે ડબલ ટ્રેકના સુચિત કામનો સર્વે ચાલુ છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ હાલાર વિસ્તારના જુદા જુદા આઠ રેલવે સ્ટેશનોના આધુનિક સુવિધાઓ માટેના રૂા.114 કરોડના વિકાસ કામો પ્રગતિમાં છે. લાંબા અંતરની ટ્રેનનોમાં એલએચબી કોચની આધુનિક સુવિધાઓ અપાઈ રહી છે.
દેશના પશ્ચિમી ક્ષેત્ર છેવાડાના વિસ્તાર જામનગર અને દેવભૂમિ દ્વારકા વિસ્તારને દેશના પૂર્વ-ઉત્તર-દક્ષિણ વિસ્તારો સાથે રેલવે કનેકટીવીટીથી જોડી આધુનિક સુવિધાઓ આપવા બદલ સાંસદ પૂનમબેન માડમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવ અને રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોસનો આભાર પ્રગટ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular