જામજોધપુર તાલુકાના ભૂપતઆંબરડી ગામમાં રહેતાં પ્રૌઢાએ પુત્રીના લગ્ન બાદ છુટાછેડા થઈ જતાં મનમાં લાગી આવતા દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ભૂપતઆંબરડી ગામમાં રહેતાં મંગુભાઈ દેવાભાઈ સોંદરવા (ઉ.વ.53) નામના ઘરકામ કરતા પ્રૌઢાની દિકરીના લગ્ન થયા બાદ છૂટાછેડા થઈ ગયા હતાં ત્યારબાદ દિકરીની ચિંતામાં ગુમસુમ રહેતી પ્રૌઢ માતાને મનમાં લાગી આવતા ગુરૂવારે સવારના સમયે તેના ઘરે લોખંડની આડીમાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પુત્ર ગૌતમભાઈ દ્વારા જાણ કરાતા પીઆઈ વી.એસ. પટેલ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


