જામનગર શહેરમાં વાલસુરા રોડ પરથી પસાર થતી મહિલા અને તેની પુત્રીને આંતરીને શખ્સે, ‘તું મારા ઉપર શંકા કેમ કરશ? તેમ કહી ગાળો કાઢી તારા જમાઇને જેમ છરી મારી તેમ તને પણ પતાવી દઇશ’ તેવી ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં બેડી ખારી વિસ્તારમાં ખેરુનબેન આઝાદભાઇ સાંધાણી (ઉ.વ.45) નામના મહિલા શનીવારે સવારના સમયે તેની દીકરી સુગરાબાનુ સાથે શનિવારી બજારમાંથી ખરીદી કરી તેના ઘર તરફ જતા હતા ત્યારે વાલસુરા રોડ પર બેડેશ્ર્વર ઓવરબ્રીજ નીચે માધાપુર ભુંગામાં રહેતા નવાઝ ઉર્ફે ટાયડો નામનો શખ્સ મહિલા પાસે આવી કહ્યું કે, “હું તારા ઘર પાસેથી નીકળું છું તો તું મારી ઉપર શક, વહેમ કેમ કરશ?” તેમ જણાવતા મહિલાએ કહ્યું કે, ‘મારા ઘરે દીકરીઓ છે. તું શું ત્યાં આંટાફેરા મારતો હોય છે?” તેમ કહેતા ઉશ્કેરાયેલા નવાઝે મહિલા અને તેની દીકરીને જેમ ફાવે તેમ ગાળો કાઢી અને તારા જમાઇને જેમ છરી મારેલ છે તેમ તને પણ જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગેની મહિલા દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ. ડી. મોઢવાડિયા તથા સ્ટાફએ નવાઝ વિરૂઘ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.


