આગામી 22 જાન્યુઆરીના અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ ઉપર નિર્માણાધીન મંદિરમાં ભગવાન શ્રીરામની પુન: પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જેને લઈને સમગ્ર વિશ્ર્વની સાથે જામનગર માં પણ ભારે ઉત્સાહ નો માહોલ છવાયો છે. આ કાર્યક્રમ માં જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા પણ ઉપસ્થિત રહેશે,
પરમ પૂજનીય અને વંદનીય ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં આકાર લઈ રહેલા ’રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ’માં આધુનિક અને શક્તિશાળી ભારતના નિર્માણમાં સતત વ્યસ્ત વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના અથાગ અને અડગ પ્રયાસોને કારણે રામ મંદિરનું સ્વપન સાકાર બન્યું છે. 22 જાન્યુઆરીના અયોધ્યામાં ભગવાન શ્રીરામની પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન છે. જેમાં જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા તથા ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ને પણ આમંત્રણ મળ્યું છે ત્યારે જામનગર ઉત્તર વિધાનસભા ના ધારાસભ્ય રિવાબા જાડેજા પણ તેમાં ઉપસ્થિત રહેશે.