જામનગરના વોર્ડ નં.12ના મહિલા કોર્પોરેટર જેનબબેન ખફી તેમન તેમની ટીમ દ્વારા તાજેતરમાં ટાઉનહોલમાં લઘુમતિ સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ સન્માન સમારોહમાં જામનગર જિલ્લાના ધો. 10 થી માંડીને ઉચ્ચ ડિગ્રી સુધીના 60 ટકાથી વધુ ગુણ મેળવેલા તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યુઁ હતું. આ ઉપરાંત છેલ્લા 3 વર્ષ દરમ્યાન સરકારી નોકરી મેળવનાર લઘુમતિ સમાજના યુવક-યુવતિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન સમારોહના મુખ્ય અતિથિ તરીકે મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી ઉપસ્થિત રહયા હતા તેમણે વિદ્યાર્થીઓને કારકિર્દી સંબંધિત માર્ગદર્શન આપી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. ઉપરાંત તેમના હસ્તે ઝેહરા ફાઉન્ડેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, પૂર્વ પ્રમુખ જુમા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડ તેમજ પ્રમુખ સુમરા જમાત હાજી ઇબ્રાહિમભાઇ ખફી, પ્રકાશભાઇ પટેલ, દાઉદી વ્હોરા સમાજના મુસ્તાલીભાઇ મોહ્યુદીન, બિઝનેસ અગ્રણી મેહમુદ વહેવારીયા, પટણી જમાત પ્રમુખ જુસબભાઇ, સંધિ જમાત પ્રમુખ હાજી કાદરબાપુ જુણેજા, કાસમભાઇ ખફી, યુસુફભાઇ ખફી, જામનગર પત્રકાર મંડળના પ્રમુખ હિરેનભાઇ ત્રિવેદી, મુરરાજભાઇ દરબાર, સયેદ જમાત અગ્રણી મેહમુદબ બાપુ, નવજીવન ટ્રસ્ટના સાજીદખાનભાઇ, કસાઇ જમાત પ્રમુખ મકસુદભાઇ, સાજીદભાઇ સમા, ઇકબાલભાઇ ખફી (ભૂરાભાઇ), હુશેનભાઇ ખેરાણી, હુસેનખાન પઠાણ, ઇકબાલભાઇ સુમરા, સ્ટેન્ડ અપ કોમેડિયન ધારશીભાઇ બરેડીયા, જુબેદાબેન ખીર, તસ્લીમ બહેન બ્લોચ, રોબર્ટ જાદુગર, મુનાખાણ પઠાણ, ગફારભાઇ વહેવારિયા, ગુજરાત સમાજ ઉપપ્રમુખ આરીફભાઇ ફરાસ, જીલાની કાઝી આસીફભાઇ સંજરી, જામનગર જિલ્લા પ્રમુખ જીવણભાઇ કુંભરવડિયા, ઉપપ્રમુખ કર્ણદેવસિંહ જાડેજા અને આનંદભાઇ રાઠોડ, ધવલભાઇ નંદા, નુરમામદભાઇ પાલેજા, રચનાબેન નંદાણીયા, જુબેદાબેન નોતિયાર, રંજનબેન ગજેરા તથા મુસ્લિમા સમાજના જાણીતા તમામ ડૉકટરો, વકીલો સીએ અને શિક્ષકો અને અન્ય સમાજના આગેવાનો હાજર રહયા હતા. આ પ્રોગ્રામને સફળ બનાવવા જેનબનેન ખફી તથા તેમના સાથે રહેલ તમામ ભાઇઓ તથા બહેનોએ જહેમત ઉઠાવી હતી.