જોડિયા તાલુકાના પીઠડ ગામમાં આવેલી ખારાવાડ અવાવરૂ જગ્યામાં બાવળની મીની ટ્રકમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન ઝડપી લઇ 1204 બોટલ દારૂ સહિત 5.87 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, જોડિયા તાલુકાના પીઠડ ગામમાં ખારાવાડ અવાવરું જગ્યામાં બાવળની ઝાડીઓમાં ટ્રકમાંથી દારૂનો જથ્થો ઉતરતો હોવાની પીએસઆઈ કે.ડી. જાડેજા તથા એએસઆઈ રવિરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ગ્રામ્ય ડીવાયએસપી આર બી દેવધાના માર્ગદર્શન હેઠળ પીઆઇ આર એસ. રાજપૂત, પીએસઆઈ કે ડી જાડેજા, એએસઆઈ રવિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન બાવળની ઝાડીઓમાં જીજે-03-બીડબલ્યુ-6827 નંબરના ટ્રકની તલાસી લેતા તેમાંથી રૂા.50,400 ની કિંમતની ઓલસીઝન્સ અને 57,600 ની કિંમતની રોયલસ્ટગ બ્રાન્ડની 96બોટલ તથા રૂા.86,400 ની કિંમતની 144 નંગ રોયલ ચેલેન્જ અને રૂ.88000 ની કિંમતના 880 નંગ રોટલ બ્લેગ ચપલા સહિત કુલ 1204 બોટલ ઈંગ્લીશ દારૂ કબ્જે કર્યો હતો.
પોલીસે રૂા.2,82,400 ની કિંમતના દારૂનો જથ્થો અને પાંચ હજારની કિંમતનો મોબાઇલ ફોન તથા રૂા.3 લાખની કિંમતનો મીની ટ્રક મળી કુલ રૂા.5,87,400 કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા નામના શખ્સને દબોચી લઇ પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો હરિયાણાના આનંદકુમાર દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો અને પીઠડના ક્રિપાલસિંહ ખુમાનસિંહ જાડેજા દ્વારા મંગાવવામાં આવ્યો હતો ઉપરાંત દારૂની હેરાફેરીમાં રાજકોટના સલીમ શેખ દ્વારા મદદ કરવામાં આવી હતી અને આ દારૂ વેંચાણ માટે ગોંડલનો સમીણ જીંદાણી અને રાજકોટના ભાણા દ્વારા દારૂ મંગાવવામાં આવ્યો હોવાની કેફિયતના આધારે પોલીસે છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


