Thursday, August 20, 2026
Homeરાજ્યજામનગરબાઇક ચાલકે ઠોકર મારતા એક્સેસ ચાલક આધેડનું મોત

બાઇક ચાલકે ઠોકર મારતા એક્સેસ ચાલક આધેડનું મોત

જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર 6માંથી પસાર થતાં આધેડના બાઇકને સામેથી આવતાં બાઇક ચાલકે ઠોકર મારી હડફેટ લેતાં અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર શહેરના બેડેશ્ર્વર રોડ ઉપર, ખોળમીલના ઢાળિયા પાસે આવેલા રામનગરમાં વસવાટ કરતાં પ્રવીણસિંહ ધીરૂભા જાડેજા (ઉ.વ.50) નામના આધેડ મંગળવારે સાંજના 6.00 વાગ્યાના અરસામાં તેના એક્સેસ બાઇક પર પટેલ કોલોની, શેરી નંબર 6માં એ-વન ફ્લાવરના સામેના રોડ પરથી પસાર થતા હતા ત્યારે પુરપાટ અને બેફિકરાઇથી આવી રહેલા જીજે10 ઇએફ 9522 નંબરના બાઇકચાલકે આધેડના એક્સેસને ઠોકર મારી હડફેટ લેતાં અકસ્માતમાં પ્રવીણસિંહને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્તને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર મહિપાલસિંહ દ્વારા જાણ કરાતા એએસઆઇ પી. કે. ગુઢકા તથા સ્ટાફએ બાઇક ચાલક ફૈઝાન મહમદહુશેન જામ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular