Thursday, August 13, 2026
Homeરાજ્યહાલારપોકસોના કેસમાં મેટોડાના આરોપીને 10 વર્ષની સખત કેદ

પોકસોના કેસમાં મેટોડાના આરોપીને 10 વર્ષની સખત કેદ

સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં એક શખ્સને પોકસો કોર્ટ દ્વારા તકસીરવાન ઠેરવી 10 વર્ષની સજા અને દંડ ફટકારતો આદેશ કર્યો છે.

- Advertisement -

આ કેસની વિગત મુજબ મેટોડાના રામરૂપ શિવસદન લોધે (ઉ.વ.23) નામના શખ્સે ફરિયાદીની સગીર વયની દિકરી સાથે પરીચય કેળવી સગીરાને મોબાઇલ ફોનમાં વાતચીત કરી પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપી ગત તા.3/11/2019ના રાત્રીના સમયે ભોગ બનનારને રાજકોટથી અમદાવાદ લઇ ગયો હતો. જ્યાંથી માછા ગામે મોકલી દીધી હતી. આ દરમિયાન રાત્રીના સગીરા સાથે જબરજસ્તી કરી હતી. જે અંગેની ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ કેસ સ્પે.પોકસો કોર્ટમાં ચાલી જતાં સરકાર તરફે રજૂ થયેલ સાહેદો, દસ્તાવેજી પુરાવા તથા દલીલોને ઘ્યાને લઇ પોકસો કોર્ટના જજ આર.પી. મોગેરાએ આરોપીને તકસીરવાન ઠેરવી પોકસો કલમ 4 હેઠળ 10 વર્ષની સખત કેદની સજા તથા રૂા.10 હજારનો દંડ, પોકસો કલમ 8 હેઠળ 3 વર્ષની સખત કેદની સજા તથા રૂા.5 હજાર દંડ અને પોકસો કલમ 12 હેઠળ 3 વર્ષની સખત કેદની સજા અને રૂા.3 હજારનો દંડ તથા જો દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સખત કેદની સજા અને ભોગ બનનારને વળતર પેટે રૂા.4 લાખ ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular