મોડપર ગામે વાડીમાં ચાલતા જુગારના અખાડામાંથી પોલીસે 6 શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ 50900ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. ભાવાભીખીજડીયા ગામે ચાર શખ્સો રૂા.13620ની રોકડ સાથે તીનપતીનો જુગાર રમતા ઝડપાયા હતાં.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર જિલ્લાના મોડપર ગામ વિરડા વાળી વાડી વિસ્તારમાં પરબત હમીર નાવદરીયાની વાડીમાં જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમીના આધારે મેઘપર પડાણા પોલીસે રેઇડ દરમિયાન પરબત હમીર નાવદરીયા, લાખા હમીર નાવદરીયા, બુઘ્ધા દેવાણંદ જોગલ, રણમલ અજા જોગલ, પાલા એભા ભાટુ, રાજુ વિક્રમ ભાટુ નામના 6 શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ રૂા.50900ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો કાલાવડ ગ્રામ્ય પોલીસે રેઇડ દરમિયાન ભાવાભી ખીજડીયા ગામથી દડવી ગામ જવાના રસ્તેથી ઓમદેવસિંહ ગીરીરાજસિંહ જાડેજા, હરપાલસિંહ સહદેવસિંહ જાડેજા, જુનેદ હુસેન ઇસાણી, મયુરસિંહ વનરાજસિંહ જાડેજા નામના ચાર શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ રૂા.13620ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.


