Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરVideo : પ્રોપર્ટી ટેકસના દર વધારા મામલે જામ્યુકોએ ભર્યા પારોઠના પગલાં

Video : પ્રોપર્ટી ટેકસના દર વધારા મામલે જામ્યુકોએ ભર્યા પારોઠના પગલાં

વેપારીઓના વિરોધ બાદ સામાન્ય સભામાં દરમાં ઘટાડો કરવા કરાયો ઠરાવ

- Advertisement -

જામ્યુકોના બજેટમાં પ્રોપર્ટી ટેકસમાં કરવામાં આવેલા 400 ટકા જેટલા તોતિંગ વધારા મામલે જામ્યુકોના સતાધિશોને પીછેહઠ કરવાની ફરજ પડી છે. કમ્મરતોડ દર વધારા સામે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલાં જોરદાર વિરોધબાદ આજે યોજાયેલી જામ્યુકોની સામાન્ય સભામાં મિલકતવેરામાં ઘટાડો કરવાનું ઠરાવ કરવામાં આવ્યો છે.

- Advertisement -

મેયર બિનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામનગર મહાપાલિકાની સામાન્ય સભામાં રૂટિન એજન્ડા ઉપરાંત ચેર ઉપરથી પ્રોપર્ટી ટેકસ વધારો પાછોલ ખેંચવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેને બહાલી આપવામાં આવતાં લગભગ 300 ટકા જેટલો વધારો પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વર્ષ 2023-24ના અંદાજપત્રમાં જામ્યુકો દ્વારા પાછલા બારણેથી પ્રોપર્ટી ટેકસમાં 400 ટકા જેટલો વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો. અને તેની અમલવારી પણ શરૂ કરી દેવામાં આવી હતી. જયારે રિબેટ યોજનાનો લાભ લેવા માટે વેપારીઓ એડવાન્સ વેરો ભરપાઇ કરવા ગયા ત્યારે આ તોતિંગ વેરા વધારાની જાણ થતાં ચોંકી ઉઠયા હતા. બાદમાં આ અંગે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ તેમજ શહેરની ઉદ્યોગકારો અને વેપારીઓની જુદી-જુદી 20 સંસ્થાઓ દ્વારા આ વેરા વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ જામ્યુકોના સતાધિશો ધારાસભ્યો તથા સાંસદ સાથે બેઠક યોજીને વેરો રદ કરવાની માંગણી કરી હતી જેમાં હકારાત્મક અભિપ્રાય બાદ જેએમસી પ્રપોર્ટી ટેકસ એકશન કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં વેરા વધારો પરત ખેંચવા સહમતિ સધાયા બાદ આજે બોર્ડમાં આ અંગેનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ઠરાવથી જામનગરના હજારો કરદાતાઆોને રાહત મળશેે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular