જામનગર સ્થિત નેવીની પાંખ INS વાલસુરા દ્વારા આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજરોજ જામનગરમાં વાલસુરા નજીક મરીન પોલીસ સ્ટેશન પાસેના વિસ્તારમાં દરિયાકાંઠા સફાઈ અભિયાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આપણા દરિયાકાંઠા અને જળાશયોને પ્લાસ્ટિકના કચરાથી સાફ કરવાના ઉદ્દેશ સાથે આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જે ભારત સરકારના પુનિત સાગર અભિયાનનો પણ એક ભાગ છે. નેવી વાલસુરા નજીક મરીન પોલીસ સ્ટેશનથી લઈ રોજી પોર્ટ સુધીના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નેવીના જવાનો ની સાથે NCC કેડેટ્સ પણ જોડાયા હતા.


