Saturday, July 27, 2024
Homeરાજ્યભીડમાં અનેક ચીલઝડપ કરતી રાજસ્થાની ગેંગ ઝડપાઇ

ભીડમાં અનેક ચીલઝડપ કરતી રાજસ્થાની ગેંગ ઝડપાઇ

બુધવારે ભાણવડના વૃધ્ધા સહિત પાંચ મહિલાઓના સોનાના ચેઇનના ચીલઝડપના બનાવથી ફફડાટ : રાજસ્થાનની 11 મહિલાઓ અને ચાર પુરૂષ સહિત 15 તસ્કર ઝબ્બે

- Advertisement -

જામજોધપુર શહેરમાં એક જ દિવસમાં એક સાથે પાંચ પાંચ મહિલાઓના ગળામાં પહેરેલા સોનાના ચેનની ચીલ ઝડપના બનાવથી શહેરમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. એક સાથે પાંચ-પાંચ મહિલાઓના ચેઇનની ચિલઝડપના બનાવમાં એલસીબી અને સ્થાનિક પોલીસે ચોટીલા પાસેથી બે કારને આંતરીને રાજસ્થાનની તસ્કર ગેંગની અગિયાર મહિલાઓ સહિત 15 તસ્કરોને રૂપિયા 17.55 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામજોધપુર શહેરમાં સ્ટેશન રોડ પાસે ચાલતી કથામાં આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વૃદ્ધા સવિતાબેન મનસુખભાઇ વૈશ્ર્નનાણીના ગળામાંથી સોનાના ચેનની ઝડપની સાથે સાથે અન્ય ચાર મહિલાઓના સોનાના ચેનની ચીલ ઝડપ થવાથી ફફડાટ ફેલાઈ ગયો હતો. આ બનાવમાં જામજોધપુર પોલીસે સવિતાબેન નામના વૃદ્ધાના નિવેદનના આધારે પાંચ મહિલાઓના ગળામાંથી રૂા. 3.30 લાખની કિંમતના પાંચ સોનાના ચેનની ઝીલ ઝડપનો ગુનો નથી તપાસ આરંભી હતી. દરમિયાન એલસીબીના વનરાજ મકવાણા, ધાના મોરી, રાકેશ ચૌહાણને મળેલી સંયુક્ત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ આર.એ.કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના એએસઆઈ માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા પોલીસ હેકો નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા તથા પોકો ફીરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર અને જામજોધપુરની સ્થાનિક પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ચોટીલા પાસેથી રાજસ્થાનની ગેંગને દબોચી લીધી હતી. આ તસ્કર ગેંગના 11 મહિલા સહિત 15 શખ્સોને પોલીસે ઝડપી લઇ તેમની પાસેથી રૂપિયા 6.25 લાખની કિંમતના છ નંગ સોનાના ચેન અને 84 હજાર પાંચસોની કિંમતના મંગળસૂત્ર તથા 18000 ની રોકડ તેમજ 28,000 ની કિંમતના 11 નંગ મોબાઈલ અને દસ લાખની કિંમતની બે કાર સહિત કુલ રૂપિયા 17, 55,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસે તસ્કર ગેંગની પૂછપરછ હાથ ધરતા આ ગેંગ દ્વારા કથા, જાહેર મેળાવડા, મંદિરો અથવા ભીડભાળવાળી જગ્યાઓમાં પ્રવેશ કરી મહિલાઓના ગળામાંથી ચેનની ચીલઝડપ કરતા હોવાની કેફિયત આપી હતી. એલસીબીની ટીમે રાજસ્થાનના ભરતપુરમાં રણજીતનગર કચ્ચી બસ્તીમાં રહેતાં સોનિયાબેન સની બાવરીયા, મોનીબેન દીપક બાવરીયા, સુરેશનીબેન સુનિલ બાવરીયા, મોનાબેન જસવંત રબાવરીયા, સરફીબેન નરેશ રબાવરિયા, ભુરીબેન પપ્પુ બાવરીયા, ગુડિયાબેન રાકેશ બાવરીયા સમોતાબેન મહાવીર બાવરીયા, બિમલેશબેન અનિલ રબાવરીયા, આશાબેન રાજેશ બાવરીયા, કોમલબેન બચુભાઈ રબાવરિયા, અને સુનિલ સુરજપાલ બાવરીયા, શનિ બચુ બાવરીયા, સોનુ નરેશ બાવરીયા, જીતેન્દ્ર બહાદુર બાવરીયા સહિતના 15 તસ્કરોને દબોચી લઈ પૂછપરછ આરંભી હતી

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular