જામનગર શહેરમાં એલસીબીની ટીમના પેટ્રોલિંગ દરમિયાન પોલીસે ચોરાઉ મોટર સાઇકલ સાથે એક શખ્સને ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગરમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એ.એસ.આઈ. સંજયસિંહ વાળા, હે.કો. દિલીપભાઈ તલાવડીયા તથા હિતેન્દ્રસિંહ જાડેજા મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ઈન્ચાર્જ પીઆઇ કે.જે.ભોયે ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફે જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ પાસે પુલ નીચે થી ગોપાલ મગન વાઘેલા નામના શખ્સને રૂ. 25,000ની કિમંતના જી.જે.10 એડી. 3846 નંબરના મોટર સાઇકલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.