જામનગર શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરી રહેલા એક પતંગ વિક્રેતા ને સીટી એ. ડિવિઝન પોલીસે પકડી પાડ્યો છે અને તેની પાસેથી 35 નંગ ચાઈનીઝના દોરા સાથેની ચરખીઓ કબ્જે કરી લીધી છે.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 54માં વારાહી ડેરી એન્ડ સીઝન સ્ટોર નામની દુકાનમાં તેના સંચાલક ચંદ્રકાંત ઉર્ફે ચંદન તુલસી ગોરી દ્વારા પતંગ- દોરાના વેચાણની સાથે ચાઈનીઝ પ્લાસ્ટિકના દોરાની ચરખીઓ તથા તુકકલનું વેચાણ કરાતું હોવાની પો.કો. શૈલેષ ઠાકરિયા અને મહેન્દ્ર પરમારને મળેલી બાતમીના આધારે પીઆઈ એમ.બી. ગજ્જરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એસ.વાળા તથા સ્ટાફે દરોડો પાડી તપાસણી કરતાં ઉપરોક્ત દુકાનમાંથી 35 નંગ ચાઈનીઝ દોરા માંઝાની ચરખીઓ મળી આવી હતી. જેથી પોલીસે 5,250 ની કિંમતની ચાઈનીઝ દોરાની ચરખીઓ કબજે કરી લીધી છે અને વેપારીની અટકાયત કરી લઈ તેની સામે જાહેરનામાના ભંગ અંગે ગુનો નોંધ્યો છે.