Friday, July 3, 2026
Homeરાજ્યજામનગરવૃઘ્ધાના ઘરમાં ચોરીના કેસમાં એક શખ્સ ઝડપાયો

વૃઘ્ધાના ઘરમાં ચોરીના કેસમાં એક શખ્સ ઝડપાયો

એલસીબી દ્વારા સોનાના દાગીના, રીક્ષા સહિત કુલ રૂા.4,18,200નો મુદામાલ કબ્જે : અન્ય બે શખ્સોની શોધખોળ

વૃઘ્ધ મહિલાના ઘરમાં ચોરી થયાના કેસમાં એલસીબી પોલીસે એક શખ્સને વિકટોરીયા પુલ નીચેથી ઝડપી લીધો હતો. અને તેની પાસેથી સોનાના દાગીના તથા રીક્ષા સહિત કુલ રૂા.4,18,200નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં પટેલ કોલોની, શેરી નંબર 11, રોડ નંબર 3, પ્લોટ નંબર એક, નહેરૂનગરમાં રહેતાં વીણાબેન દિલીપકુમાર ભરવાડા નામના વૃદ્ધા ગત્ તા. 24-03-2026ના સવારના સમયે પોતાના ઘરની બહાર બેઠાં હતા. ત્યારે શકદાર આરોપી જાફર રિક્ષાવાળો તથા બે અજાણ્યા શખ્સોએ ફરિયાદીને વિધવા સહાયનું ખાતું બંધ થઇ ગયું હોય, નવું ખાતું ખોલી ચેક આપવાનું કહેતાં ફરિયાદીને ચેક આપ્યો હતો. આ દરમ્યાન શકદાર આરોપી ફરિયાદીની જાણ બહાર તેના મકાનમાં પ્રવેશ કરી કબાટમાં રહેલા પ્લાસ્ટીકના ડબ્બામાં રાખેલા કુલ રૂપિયા 1,29,700ની કિંમતના સોનાના દાગીના ચોરી કરી નાશી ગયા હતા.

આ કેસમાં સંડોવાયેલ શખ્સ વિકટોરીયા પુલ નીચે હોવાની એલસીબીના સુમીતભાઇ શિયાળ, અજયભાઇ વીરડા તથા ભયપાલસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા રવી મોહન સૈનીની સુચના અને એલસીબીના પીઆઇ વી.બી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ એમ.વી. ભાટીયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, યુવરાજસિંહ ઝાલા ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન જાફર સીદીક જુણેજા નામના શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -

પોલીસે આરોપી પાસેથી રૂા.2,26,200ની કિંમતની બે નંગ સોનાની બંગડી, રૂા.42,000ની કિંમતની સોનાની કાનમાં પહેરવાની બે નંગ સર તથા ગુન્હામાં વપરાયેલ રૂા.1,50,000ની કિંમતની જીજે13-એવી-1582 નંબરની રીક્ષા સહિત કુલ રૂા.4,18,200નો મુદામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલ આરોપી વિરૂઘ્ધ સીટી એ ડિવિઝનમાં પાંચ તથા સીટી બી ડિવિઝનમાં પણ એક ગુન્હો નોંધાયેલ છે. આ કેસમાં અન્ય બે આરોપીઓ મહમદ હુશેન સીદીક જુણેજા તથા ફાહિદ અલી માકડીયા નામના શખ્સની શોધખોળ હાથ ધરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular