કલ્યાણપુરમાં સરકારી દવાખાના પાસે રહેતાં એક શખ્સે મોબાઇલમાં આરટીઓના ડુપ્લીકેટ લર્નિંગ તથા પાકા લાયસન્સને પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ કલ્યાણપુરમાં સરકારી દવાખાના નજીક રહેતા કિશન નટવરભાઈ ઉર્ફે નટુભાઈ (ઉ.વ.25) નામના શખ્સને એલસીબી પોલીસે બોગસ લાયસન્સ બનાવતા ઝડપી લીધો હતો. આરોપી કિશન દ્વારા પોતાના આર્થિક ફાયદા માટે છેલ્લા આશરે બે વર્ષથી કલ્યાણપુર તથા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના આરટીઓ લગત બોગસ લર્નિંગ તથા પાકા લાયસન્સ જેવા ખોટા દસ્તાવેજો પોતાના મોબાઈલ ફોનમાં જ તૈયાર કરી અને લોકોને ઇસ્યુ કરવામાં આવતા હતા. જેનો ઉપયોગ તેઓ ખરા તરીકે કરી અને સરકાર તથા આમ જનતા સાથે ઠગાઈ કરી, ગુનો આચરતા હોવાનું સામે આવતા એલસીબી પી.આઈ. બી.એમ. દેવમુરારી દ્વારા ફરિયાદ નોંધવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણમાં કલ્યાણપુર પોલીસે બી.એન.એસ.ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણાએ વધુ તપાસ હાથ ધરી છે.


