જામનગરમાં પયુર્ષણ પર્વ અંતર્ગત મહાવીર ભગવાનની રથયાત્રા યોજાઇ હતી. મહાવીર સ્વામી દિગમ્બર જૈન મંદિર આર્યસમાજ રોડ તથા સીમંધર જૈન મંદિર પાર્ક કોલોની જામનગર દ્વારા દસ લક્ષણ પયુર્ષણ પર્વ નિમિતે તા. 28-8-2025થી તા. 8-9-2025 સુધી વિવિધ ધાર્મિક આયોજનો યોજાતા હતા. આ ઉપરાંત સીમંધર સ્વામી મંદિર પાર્ક કોલોની દ્વારા ગઇકાલે મહાવીર ભગવાનની રથયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ગઇકાલે સવારે 7-30 થી 8-30 દરમ્યાન પૂજય ગુરૂદેવનું સીડી ટેપ પ્રવચન, સવારે 8-30 વાગ્યે ધ્વજા, ભગવાનને લઇ પ્રદક્ષિણા, ભગવાનનો અભિષેક, સમૂહ પૂજન, બપોરે 12-30 વાગ્યે સ્વામી વાત્સ્લ્ય જમણવાર નૂતન રત્નત્રય ભવન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ભગવાન મહાવીરની રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.


