Saturday, July 27, 2024
Homeરાજ્યગુજરાતગિફ્ટ સિટીમાં દારૂની છૂટને હાઈકોર્ટમાં પડકાર

ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને હાઈકોર્ટમાં પડકાર

- Advertisement -

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગાંધીનગરના ગીફટ્ સીટીમાં દારૂની મંજૂરી આપતાં ગુજરાત સરકારના વિવાદીત જાહેરનામાને પડકારતી આખરે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થઈ છે.ખૂબ જ મહત્ત્વના અને સંવેદન શીલ મુદ્દા પર દાખલ થયેલી આ પીઆઈએલમાં રાજય સરકાર, નાર્કોટીક્સ અને એક્સાઈઝ ડિપાર્ટમેન્ટ, ગૃહ વિભાગના સત્તાવાળાઓને પ્રતિવાદી પક્ષકાર તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ કેસની સુનાવણી આગામી દિવસોમાં નીકળે તેવી શક્યતા છે.અરજદારપક્ષ દ્વારા હાઈકોર્ટમાં કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે, સમગ્ર ગુજરાત રાજયમાં દારૂના દૂષણ પર પ્રતિબંધ છે પરંતુ તેમ છતાં ગુજરાત સરકાર દ્વારા તા.22-12-2023ના જાહેરનામા મારફતે રાજયના પાટનગર એવા ગાંધીનગરના ગીફ્ટ સીટીમાં આવનાર મહેમાનો અને ત્યાં કામ કરતાં કર્મચારીઓ-અધિકારીઓને દારૂ પીવાની વિવાદીત પરવાનગી આપી છે.અરજદારપક્ષ તરફથી ગીફ્ટ સીટીમાં દારૂ પીવાની પરવાનગી આપતાં વિવાદીત જાહેરનામાને રદબાતલ ઠરાવવા માટે નાર્કોટીક્સ એન્ડ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની સાથે સાથે રાજયના મુખ્યમંત્રી, રાજયપાલ, ડીજીપી સહિતના સત્તાવાળાઓને પણ રજૂઆત કરી છે. દારૂબંધીવાળા રાજયમાં આ પ્રકારે દારૂની છૂટ આપીને સરકાર એક પ્રકારે જાણે ધનાઢય-સંપન્ન વ્યકિતઓ અને આવા તત્વોની જાણે હાથો બની ગઈ હોય તેમ જણાય છે.

- Advertisement -

માત્ર 500 કરોડની મિલ્કતના સોદાઓ અને 108 કરોડની કલબ મેમ્બરશીપ માટે સંપન્ન વ્યકિતઓના હિત માટે અને તેઓના લાભ માટે સરકારના સત્તાવાળાઓ દ્વારા આવો ગેરકાયદે નિર્ણય લેવાયો છે, જે કોઈપણ પ્રકારે વાજબી કે યોગ્ય કહી શકાય નહીં અને તે રદબાતલ થવાપાત્ર ઠરે છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે છતાં રાજયના ઘણા સ્થળોએ દારૂ પકડાય છે અને ડ્રન્ક એન્ડ ડ્રાઈવના કારણે નિર્દોષ નાગરિકો મોતને ભેટી રહ્યા છે ત્યારે લોકોના મનમાં એક પ્રકારનો ડર જન્માવે છે. લઠ્ઠાકાંડની ઘટનાઓમાં પણ કેટલીય મહિલાઓ વિધવા બની છે ત્યારે ગુજરાત સરકારને આ પ્રકારે દારૂની મંજૂરી આપવાના વિવાદીત નિર્ણયને લઈ હાઈકોર્ટે દરમ્યાનગીરી કરવી જોઈએ અને સરકારનું આ અંગેનું વિવાદીત જાહેરનામું રદબાતલ ઠરાવવું જોઈએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular