Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરના એલઆઈસી એજન્ટ યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવ્યું

જામનગરના એલઆઈસી એજન્ટ યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવ્યું

શુક્રવારે રાત્રિના કનસુમરા ફાટક નજીક બનાવ: ઘટનાસ્થળે મોત : પોલીસ દ્વારા કાર્યવાહી : સેતાવાડ નજીક બેશુદ્ધ થઈ જતા વૃધ્ધનું મોત

- Advertisement -

જામનગર તાલુકાના કનસુમરાના ફાટક નજીક સાંઢીયા પુલ પાસેના રેલવે ટ્રેક પરથી પસારથી થતી ટ્રેન હેઠળ ઝંપલાવી એલઆઈસી એજન્ટ યુવાને આપઘાત કર્યો હતો. જામનગર શહેરમાં સેતાવાડ વિસ્તારમાંથી ભિક્ષુક જેવા લાગતા વૃદ્ધ બેશુદ્ધ હાલતમાં મળી આવતા જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં કૈલાસનગર વિસ્તારમાં રહેતા અને એલઆઈસી એજન્ટ તરીકે કામ કરતા જેન્તીભાઈ વલ્લભભાઈ સંઘાણી (ઉ.વ.44) નામના પટેલ યુવાને કોઇ કારણસર શુક્રવારે બપોરના સમયે સાંઢીયા પુલથી કનસુમરા ફાટક તરફના રેલવે ટે્રક પરથી પસાર થતી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ થતા હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના ભાઈ નાનજીભાઈ સંઘાણીના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરના સેતાવાડમાં જી ડી શાહ હાઈસ્કૂલ પાસે આશરે 65 વર્ષના ભિક્ષુક જેવા વૃદ્ધ બેશુધ્ધ હાલતમાં મળી આવ્યાની સચિનભાઈ વાઢેર દ્વારા જાણ કરાતા પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ વૃધ્ધને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular