Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતસૌરાષ્ટ્રના જળાશયોમાં રપ ટકાથી ઓછું પાણી

સૌરાષ્ટ્રના જળાશયોમાં રપ ટકાથી ઓછું પાણી

જુલાઇ અંત સુધી પીવાના પાણી માટેનું આયોજન હોવાનો સરકારનો દાવો

- Advertisement -

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં લાંબા વખત સુધી અનિશ્ર્ચિત હવામાનના માહોલ પછી હવે આકરા ઉનાળાની કાળઝાળ ગરમી શરુ થઈ જવા સાથે પાણીની ડીમાંડ-વપરાશ વધી ગયા છે ત્યારે રાજયના જળાશયોમાં ગતવર્ષ જેટલુ પણ પાણી ન હોવાનુ જાહેર થયુ છે.

- Advertisement -

ગુજરાતમાં પાણીનું કોઈ સંકટ નથી અને સ્થિતિ સંતોષકારક-સકારાત્મક હોવાના રાજય સરકારના દાવા સામે આંકડાકીય રિપોર્ટમાં એવુ બહાર આવ્યુ છેકે ગુજરાતના 207 ડેમોમાં ગત વર્ષ કરતા 818.6 મીલીયન કયુબીક મીટર ઓછુ પાણીછે. જીવાદોરી સમાન સરદાર સરોવર (નર્મદા) ડેમમાં પણ 412.3 મીલીયન કયુબીક મીટર ઓછું પાણી છે.
રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે જુલાઈ અંત સુધી પીવાના પાણીની કોઈ સમસ્યા ન પડે તે પ્રકારનું આયોજન ગોઠવવામાં આવ્યુ છે. જળાશયોના પાણી પીવા માટે અનામત આપવામાં આવ્યા છે. ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર તથા ઉતર ગુજરાતને સૌની પ્રોજેકટ હેઠળ પાણી અપાઈ રહ્યું છે અને તે હજુ એક સપ્તાહ ચાલુ રખાશે. ત્યારબાદ મેઈનટેનન્સ કામગીરી માટે કેનાલ બંધ કરી દેવામાં આવશે.

ગુજરાતમાં નર્મદા સહિત 207 જળાશયોમાં પાણીની સંગ્રહક્ષમતા 25265.8 મીલીયન કયુબીક મીટર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષે 15 મે ના રોજ 11671.4 મીલીયન કયુબીક મીટર પાણી ઉપલબ્ધ હતું. રાજયમાં છેલ્લા એક સપ્તાહમાં 48 મીલીયન કયુબીક મીટરનો જળજથ્થો ઓછો થયો છે. તેમાં નર્મદા ડેમના 14.3 મીલીયન કયુબીક મીટર પાણીનો સમાવેશ થાય છે. રસપ્રદ વાત એ છે કે ગુજરાતના પાંચ પૈકી ઉતર ગુજરાત તથા કચ્છના જળાશયોમાં ગત વર્ષ કરતા વધુ પાણી છે. છેલ્લા બે મહિનામાં ચોમાસા જેવા માવઠા-કમોસમી વરસાદથી પાણી આવ્યુ હોવાથી આ સ્થિતિ છે. સૌરાષ્ટ્રને લાગેવળગે છે ત્યાં સુધી 141 ડેમોમાં ગત વર્ષ કરતા 215.9 મીલીયન કયુબીક મીટર ઓછુ પાણી છે. મધ્ય ગુજરાતના ડેમોમાં 106.8 તથા દક્ષિણ ગુજરાતમાં 563.5 મીલીયન કયુબીક મીટર ઓછુ પાણી છે. ઉતર ગુજરાતના 15 ડેમોમાં ગત વર્ષ કરતા 428.9 મીલીયન કયુબીક મીટર વધુ પાણી છે. કચ્છમાં 49.9 એમસીએમ વધુ પાણી છે. મોરબીના મચ્છુ ડેમમાં સૌથી વધુ 99.3 ટકા જળજથ્થો છે. રાજયના 6 ડેમોમાં જ 70 ટકાથી વધુ પાણી છે. 18 ડેમોમાં 50થી70 ટકા, 42 ડેમોમાં 30થી50 ટકા પાણી છે. 67 જળાશયોમાં 10 ટકાથી પણ ઓછુ પાણી છે. જયારે 24 જળાશયો સાવ તળીયાઝાટક છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular