હાલારના પ્રથમ મહિલા સાંસદ પૂનમબેન માડમનો આજે જન્મ દિવસ છે. પૂનમબેન રાજકારણમાં સમાજ સેવાનો પ્રવેશ કરાવે છે, સમાજસેવામાં રાજકારણ તેઓ શરૂથી નકારી દે છે. ગૌરક્ષા હોય કે, વ્યસનમૂકિત, વિદ્યાર્થીઓને અભ્યાસમાં શિષ્યવૃતિ આપવાની હોય કે પોતાના મતવિસ્તારની જનતાના સતત સંપર્કમાં રહેવાનું હોય, તેઓના અટકાવાઈ ગયેલા કાર્યા કરવાના હોય. પૂનમબેન આ બધામાં આગળ રહે છે. સમાજની સેવા કરવાની તક સાથે તેઓ પોતાના પદની ગરીમા ઉજજવળ કરી રહયા છે.
પૂનમબેન માડમે તેમના પિતાની સ્મૃતિમાં ટ્રસ્ટની સ્થાપના કરી અને સતત અનેકવિધ ક્ષેત્રોમાં સેવાકાર્યો કરી રહયા છે. હાલારના સાંસદ પુનમબેન માડમના જન્મદિવસ નિમિતે આજરોજ જામનગરના જલસા ગુ્રુપ દ્વારા પુનમબેનના કાર્યાલયે કેક કાપી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
આ તકે રિલાયન્સ ગ્રુપ પે્રસિડન્ટ ધનરાજભાઇ નથવાણી, નિરજભાઇ દતાણી, કેતનભાઇ કોટક, નિલેશભાઇ ઉદાણી, કમલેશભાઇ સોઢા, મિહિરભાઇ કાનાણી, રણજીતભાઇ મારફતિયા, જયેશભાઇ મારફતિયા, વિરલભાઇ રાચ્છ, મનમોહનભાઇ સોની, હિતુલભાઇ કારિયા, ચિરાગભાઇ સોની, વિપુલભાઇ ઠક્કર, હિતેષભાઇ સખીયા, તુષારભાઇ મોદી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.