Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરકાલાવડમાં બાઈકની ડેકીમાંથી લાખોની રોકડ ચોરીનો એલસીબીએ ભેદ ઉકેલ્યો

કાલાવડમાં બાઈકની ડેકીમાંથી લાખોની રોકડ ચોરીનો એલસીબીએ ભેદ ઉકેલ્યો

કર્ણાટકની ગેંગના બે તસ્કરોને દબોચ્યા: 3 લાખની રોકડ રકમ અને ત્રણ મોબાઇલ તથા એસયુવી સહિત રૂા.9.99 લાખનો મુદ્દામાલ કબ્જે : અન્ય બે શખ્સો અને બે મહિલાઓ સહિત 4 તસ્કરોની સંડોવણી ખુલ્લી

- Advertisement -

કાલાવડ ગામમાં બેંક ઓફ બરોડામાંથી ધિરાણની રૂા.5.30 લાખની રકમ ઉપાડી બાઈક પર જતો યુવાન ગેરેજ પાસે બાઈક રીપેર કરાવતો હતો તે દરમિયાન ડેકીમાંથી રોકડની ચોરીના બનાવમાં એલસીબીએ બે તસ્કરોને કર્ણાટકમાંથી ઝડપી લઇ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નાની વાવડી ગામમાં રહેતો જીવનભાઈ રવજીભાઈ સાંગાણી નામનો યુવાન ગત તા.24 જુલાઈના રોજ કાલાવડમાંથી આવેલી બેંક ઓફ બરોડામાંથી ધિરાણના રૂા.5,30,000 ની રકમ ઉપાડીને ઘરે જતો હતો તે દરમિયાન કાલાવડમાં ગેરેજ પાસે બાઈક રીપેર કરાવવા ઉભો હતો તે દરમિયાન બાઈકની ડેકીમાંથી રૂા.5.30 લાખની રોકડ રકમ ચોરી થયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી. આ બનાવ અંગે એલસીબીની ટીમ દ્વારા તપાસ દરમિયાન ચોરીમાં એકસયુવી કાર અને બાઈકનો ઉપયોગ થયાનું ખુલતા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબીના પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંઈહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફ દ્વારા બે ટીમ બનાવી તપાસ હાથ ધરાઇ હતી.

તપાસ દરમિયાન આ ચોરીમાં ડી.એલ.1.સીપી.5551 તથા ટી.એન. 05. એટી. 6418 નંબરના યુનીકોન હોન્ડાનો ઉપયોગ થયાનું ખુલતા એલસીબીએ તપાસ હાથ ધરતા તસ્કરો કર્ણાટકના ભદ્રાવતીમાં હોવાની મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે શિવમોગા જિલ્લાના ભદ્રાવતીમાં રહેતા દુર્ગપ્પા પરશુરામ ઓમપ્રકાશ શેતપંજી (ઉ.વ.32) અને રાકેશ ઉર્ફે સુબ્રાહ્મણી એલ્લપા (ઉ.વ.25) નામના બે તસ્કરોને દબોચી લીધા હતાં અને તેમની પાસેથી રૂા.3,09,000ની રોકડ રકમ અને રૂા.90 હજારની કિંમતના ત્રણ મોબાઇલ તથા રૂા.6 લાખની કિંમતની એકસયુવી કાર સહિતનો કુલ રૂા.9,99,000 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ ચોરીમાં બેંગ્લોરનો હરી રામુ અને ભદ્રાવતીનો સુરેશ પકીકરપ્પા ઓમપ્રકાશ શેતપંજી અને શુભલક્ષ્મી પરશુરામ ઓમપ્રકાશ શેતપંજી તથા કલાબેન રામુભાઈ નામની બે મહિલાઓ પણ ચોરીમાં સંડોવાયેલી હોવાનું ખુલતા પોલીસે બે મહિલા અને બે શખ્સો સહિત ચાર શખ્સોની શોધખોળ આરંભી હતી. તસ્કર ટોળકી ચોરી કરવા માટે મહિલાઓને સાથે રાખી તાલુકા તથા જિલ્લાકક્ષાની બેંકોની આજુબાજુ રેકી કરી વધુ રૂપિયા લઈને અવર-જવર કરતા લોકોને ટાર્ગેટ બનાવી પીછો કરી નઝર ચૂકવી ચોરીને અંજામ આપતા હતાં. આ ગેંગે 15 દિવસ પહેલાં મોરબીમાં ફોરવ્હીલરના કાચ તોડી રોકડ રકમની ચોરી તથા દુર્ગપ્પા વર્ષ 2014 માં ભાવનગર જિલ્લામાં પોલીસના હાથે ઝડપાયો હતો તેમજ આ ગેંગે અન્ય રાજ્યોમાં પણ ચોરીના ગુનાઓ આચર્યા હોવાનું ખુલ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular