રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસે બનાસકાંઠાના અંબાજીમાં જાપાનની મિયાવકી પધ્ધતિથી તૈયાર કરવામાં આવેલા વનકવચનું લોકાર્પણ કર્યુ હતું. ત્યારબાદ અંબાજીમાં વિશ્ર્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં ભાગ લીધો હતો. આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યાત્રાધામ અંબાજીમાં રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત ઉપસ્થિત રહેલાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અહીં મિયાવકી પધ્ધતિથી તૈયાર કરવામાં આવેલાં વન કવચનું રિબિન કાપીને લોકાર્પણ કર્યુ હતું. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અહીં 20,000થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ અગાઉ અંબાજી પહોંચેલાં મુખ્યમંત્રીએ આ અંબાના ચરણોમાં શીશ ઝુકાવી આશિર્વાદ મેળવ્યા હતા. ગબ્બરની તળેટીમાં યોજાયેલી જનસભાને પણ તેમણે સંબોધિત કરી હતી. અંબાજી ઉપરાંત ગાંધીનગરમાં પણ વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીનગરમાં બે લાખથી વધુ વૃક્ષોનું વાવણી કરીને વન કવચની શરૂઆત કરવામાં આવી હતી. અહીં કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.


