Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરગુજરી બજારમાંથી વેઢલાની લૂંટ ચલાવનાર શખ્સને લાલપુર પોલીસે દબોચ્યો

ગુજરી બજારમાંથી વેઢલાની લૂંટ ચલાવનાર શખ્સને લાલપુર પોલીસે દબોચ્યો

લાલપુર ગામમાં આવેલી ગુજરીબજારમાં ખરીદી કરવા ગયેલા પ્રૌઢાએ કાનમાં પહેરેલા 90 હજારની કિંમતના સોનાના વેઢલાની લૂંટના બનાવમાં લાલપુર પોલીસે ગજણા ગામના શખ્સને લુંટેલા વેઢલા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના સણોસરી ગામમાં રહેતાં મટુબેન મેરામણભાઈ ખવા (ઉ.વ.52) નામના પ્રૌઢા સોમવારે સાંજના સમયે લાલપુરમાં ભરાતી ગુજરી બજારમાં આવ્યાં હતાં અને ગેઈટ પાસે ઉભા હતાં તે દરમિયાન 25 વર્ષના પાતળા બાંધાના અજાણ્યા તસ્કરે પ્રૌઢાના કાનમાં પહેરેલો રૂા. 90 હજારની કિંમતનો બે તોલાનો સોનાનો વેઢલો કાનમાંથી ખેંચીને લૂંટ ચલાવી ગણતરીની સેકંડોમાં પલાયન થઈ ગયો હતો. લૂંટના બનાવથી હેપ્તાઈ ગયેલા વૃદ્ધાએ બુમાબુમ કરી હતી પરંતુ તે પહેલાં લૂંટારુ નાશી જવામાં સફળ થયો હતો. ત્યારબાદ પ્રૌઢાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવ અંગે લાલપુર પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી. દરમિયાન હેકો ટી બી જાડેજા અને પ્રવિણભાઈ બડિયાવદરાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી એએસપી પ્રતિભા તથા ડીવાયએસપી આર બી દેવધાના માર્ગદર્શન હેઠળ પીઆઈ કે.એલ. ગરચળ, પીએસઆઈ એસ પી ગોહિલ, એએસઆઈ ડી સી ગોહિલ, ડી ડી જાડેજા, ટી.કે.ચાવડા, હેકો પી બી જાડેજા, પો.કો. પ્રવિણભાઈ બડિયાવદરા, લક્ષ્મણભાઈ સરસીયા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.

દરમિયાન લાલપુર તાલુકાના ગજણા ગામ તરફથી લાલપુર તરફ આવી રહેલા બાતમી મુજબના જીજે-10-સીએફ-1138 નંબરના બાઈકચાલકને પોલીસે આંતરીને ઈમ્તિયાઝ હમીરાણી નામના શખ્સને આંતરીને પુછપરછ કરતા તેની પાસેથી રૂા.7250 ની રોકડ રકમ અને પાંચ હજારની કિંમતનો મોબાઇલ ફોન તથા રૂા.15000 નીકિંમતનું બાઇક અને રૂા.90000 ની કિંમતનો 19.2 ગ્રામ વજનનો સોનાનો વેઢલો મળી આવતા પોલીસે મુદ્દામાલ કબ્જે કરી શખ્સની વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular