Sunday, October 6, 2024
Homeરાજ્યકોડીનાર પોલીસનું પરાક્રમ : 19 વર્ષથી ફરાર આરોપી સંદીપને મુંબઇથી ઉપાડી લાવી

કોડીનાર પોલીસનું પરાક્રમ : 19 વર્ષથી ફરાર આરોપી સંદીપને મુંબઇથી ઉપાડી લાવી

- Advertisement -

કોડીનારમાં થયેલ 10 લાખની લૂંટમાં નાસતો ફરતો આરોપી સંદિપ ઉર્ફે મનીષ ઉર્ફે ગણેશ હરખચંદ દેઢીયા હાલ મુંબઇના બોરીવલી ખાતે પોતાના ઘરે હાજર હોય તથ નાસતા ફરતા આરોપીઓને પકડવા ડ્રાઇવ ચાલુ હોય જેથી વોચમાં રહી આરોપીને મુંબઇના બોરીવલી શાંતિદ્વાર બિલ્ડીંગ શ્રી કૃષ્ણનગર ઇસ્ટ મુંબઇ ખાતેથી પકડી કોડીનાર પો. સ્ટે. લાવી પ્રાથમિક પુછપરછ કરી અટક કરવામાં આવેલ છે.

- Advertisement -

આ કામગીરી જુનાગઢ રેન્જ આઇ. જી. પી. મનીન્દર પ્રતાપ સિંઘ પવાર તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જી. બી. બાંભણીયા દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ ડ્રાઇવ ચાલુ હોય જેથી નાસતા ફરતા આરોપી પકડવા સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એસ.એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ કોડીનાર પો. સ્ટે.ના એ. એસ.આઇ. ઉપેન્દ્રભાઇ રામજીભાઇ તથા પો. હેડ કોન્સ. હરેન્દ્રસિંહ ભીખુભા તથા શિવભદ્રસિંહ ગંભીરસિંહ તથા પો. કોન્સ. સહદેવસિંહ જેઠીજીએ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular