Saturday, July 27, 2024
Homeરાજ્યગુજરાતગુરૂ-શુક્રવારે આવી શકે છે કાતિલ કોલ્ડવેવ

ગુરૂ-શુક્રવારે આવી શકે છે કાતિલ કોલ્ડવેવ

- Advertisement -

ગુજરાતભરમાં હાલ કાતિલ ઠંડીનો દોર ચાલી રહ્યો છે, તેવા સમયમાં ફરી એકવાર રાજ્યમાં કાતિલ ઠંડીનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ફેબ્રુઆરી મહિનામાં ફરી એકવાર કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કચ્છમાં લઘુત્તમ તાપમાન 2થી 4 ડિગ્રી ઘટશે જેના કારણે કાતિલ ઠંડીનું મોજું રાજ્યભરમાં ફરી વળશે.

- Advertisement -

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ફરીથી ઠંડીનું જોર વધશે. 4 ફેબ્રુઆરીથી ઉત્તર તરફના પવન ફૂંકાશે, જેથી રાજ્યમાં લઘુત્તમ તાપમાન નીચે જશે. કચ્છમાં 4 અને 5 ફેબ્રુઆરીના રોજ કોલ્ડવેવની આગાહી પણ કરવામાં આવી છે, એટલું જ નહીં 4 અને 5 ફેબ્રુઆરીએ રાજ્યમાં લઘુતમ તાપમાન 2થી 4 ડિગ્રી ઘટશે. ફરી એકવાર રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. નલિયામાં 5.8 ડિગ્રી, અમદાવાદમાં 9.5 ડિગ્રી, ગાંધીનગરમાં 7 ડિગ્રી, માઉન્ટ આબુમાં માઇનસ 2 ડિગ્રી તાપમાન છે.

દેશની રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ફેબ્રુઆરીના આરંભિક દિવસોમાં ગુજરાતમાં કાતિલ ઠંડી અને દિલ્હી, ઉત્તર ભારતમાં વરસાદ થઇ શકે છે. જોકે સામાન્યપણે આ મહિનામાં વરસાદ થતો નથી. જાન્યુઆરીમાં પણ વરસાદ થવાથી હાડ ગાળતી ઠંડી પડી હતી. હવે ફેબ્રુઆરીમાં પણ વરસાદને કારણે ઠંડીનો પ્રકોપ જોવા મળી શકે છે. લઘુતમ તાપમાન ઘટવા સાથે ઠંડી વધી શકે છે. ઉત્તર ભારતના વિસ્તારોમાં સવારે ધુમ્મસ અને બાકીના સમયે ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે.

- Advertisement -

રાજસ્થાનના એકમાત્ર પર્વતીય પ્રવાસન સ્થાન માઉન્ટ આબુ ખાતે તાપમાનનો પારો સતત ઠારબિંદુથી નીચે રહ્યો છે. રવિવારે રાતે અહીં માઇનસ 2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અન્ય વિસ્તારોમાં ઠંડીનું જોર છે. તાપમાનનો પારો હજી પણ નીચો જઇ શકે છે. 4-5 ફેબ્રુઆરીના રોજ જયપુર, ભરતપુર, બિકાનેરના વિસ્તારોમાં વરસાદ થઇ શકે છે. લેહમાં તાપમાન માઇનસ 28 ડિગ્રી નોંધાયું છે. નદી નાળા થીજી ગયાં છે. તેવામાં લોકો થીજી ગયેલી જંસ્કાર નદી પર ચાલવાનો અને ટ્રેકિંગ કરવાનો આનંદ લઇ રહ્યા છે. સ્થાનિક બાળકો આઇસ સ્કેટિંગ અને આઇસ હોકીની રમત રમતા રહે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular