Friday, January 24, 2025
Homeરાજ્યહાલારખંભાળિયાની મહિલાને વોટસએપ દ્વારા પતાવી દેવાની ધમકી

ખંભાળિયાની મહિલાને વોટસએપ દ્વારા પતાવી દેવાની ધમકી

- Advertisement -

દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આવેલી રામનાથ સોસાયટીમાં રહેતાં મહિલાને મુંબઇના શખ્સ દ્વારા મોબાઇલ ફોન ઉપર વોટસએપમાં વોઇસ રેકોર્ડીંગ મારફતે બિભત્સ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ ખંભાળિયામાં રામનાથ સોસાયટી વિસ્તારમાં આવેલા શિવમ એપાર્ટમેન્ટમાં બ્લોક નંબર 101 સાથે રહેતા રૂપલબેન મણીલાલ જોગીયા (ઉ.વ.32) નામના મહિલાને મૂળ ખંભાળિયાના દ્વારકા ગેઈટ વિસ્તારના રહીશ અને હાલ મલાડ (મુંબઈ) ખાતે રહેતા હાસીમ કાસમભાઈ અબુભાઈ ભોકલ (ઉ.વ.28) નામના શખ્સ દ્વારા પોતાના મોબાઈલ ફોન નંબર ઉપરથી તેણીને વોટ્સએપમાં વોઇસ રેકોર્ડિંગ મારફતે બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે.

જે અંગે પોલીસે રૂપલબેન જોગીયાની ફરિયાદ પરથી આરોપી સામે આઈ.પી.સી. કલમ 504 તથા 506 (2) મુજબ ગુનો નોંધી, આગળની તપાસ સી.પી.આઈ. યુ.કે. માકવા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular