Friday, December 5, 2025
HomeUncategorized‘સ્વદેશી અને આત્મનિર્ભરતા અપનાવવી એ જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો’ - સંઘ...

‘સ્વદેશી અને આત્મનિર્ભરતા અપનાવવી એ જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો’ – સંઘ પ્રમુખ

વિજ્યાદશમીના અવસર પર ટેરિફ પર સ્વદેશીનો મંત્ર આપતા RSS વડા

વિશ્વની સૌથી મોટી સ્વૈચ્છિક સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સ્થાપના દશેરા એટલે કે, વિજયાદશમીના કેશવ બલરામ હેડગવાર દ્વારા કરવામાં આવી હતી. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના ધ્યેય સાથે વિજયાદશમીના સંઘની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે આજે આ અવસર પર નાગપુરથી પોતાના સંબોધનમાં RSSના વડા મોહન ભાગવતે કહ્યું સ્વદેશી અને આત્મનિર્ભરતા અપનાવવી એ જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે. હાલના સમયમાં એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ યુધ્ધ વચ્ચે મોહન ભાગવતે સ્વદેશી માલ અપનાવવા કહ્યું હતું.

- Advertisement -

નાગપુરમાં RSS મુખ્યાલયથી વિજયાદશમીના સંબોધનમાં મોહન ભાગવતે કહ્યું કે, એક બીજા સાથે જોડાયેલા વિશ્વમાં ભારતની વેપાર ભાગીદારો પરની નિર્ભરતા લાચારીમાં ફેરવાઈ ન જવી જોઇએ અને દેશે સ્વદેશી ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ. તેમણે કહ્યું કે, આપણા દેશને આર્થિક ક્ષેત્રમાં પ્રગતિ કરવાની જરૂર છે જેના કારણે યુવા ઉદ્યોગ સાહસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમેરિકાએ તેમના ફાયદા માટે ટેરિફ નીતિ અપનાવી હશે. વિશ્વના જીવન પર પરસ્પર નિર્ભરતા પર ચાલે છે. એક રાષ્ટ્ર એક લતામાં રહી શકતું નથી આ પરસ્પર નિર્ભરતા મજબુરીમાં ફેરવાઈ ન જવી જોઇએ. આપણે આત્મનિર્ભર બનવું પડશે. આનો કોઇ વિકલ્પ નથી. તેમણે એમ પણ કહ્યું કે, ટ્રમ્પ ટેરિફની અસર બધા પર પડી રહી છે. ત્યારે નિર્ભરતાને મજબુરી બનતી અટકાવવા સ્વદેશી ઉત્પાદનનો ઉપયોગ કરવો જોઇએ. તેમણે એમ પણ ઉમેર્યુ કે, આપણી યુવા પેઢી દેશભક્તિ તરફ વધુનેવ ધુ આકર્ષાઈ રહી છે. ત્યારે આપણા સહુ માટે સદભાગ્યની વાત છે. માનવ જ વ્યવસ્થાઓનું નિર્માણ કરે છે. વ્યવસ્થાઓ સમાજ પ્રમાણે કાર્ય કરશે. સમાજના વર્તનમાં પરિવર્તન આવવું જોઇએ. સમાજે પોતાને નવા વર્તનમાં અનુકૂલન સાધવુ પડશે. ટેવો બદલ્યા વિના પરિવર્તન શકય નથી. તમારે તમારા દેશને જ બનાવા માંગો છો તે તમારે બનવું પડશે. તમારી આદત વ્યક્તિત્વનું અને દેશભક્તિનું નિર્માણ કરે છે. જે માટે એકતા જરૂરી છે. આમ, નિર્ભરતા મજબુરીમાં ન ફેરવાઈ એ આપણા સહુની જવાબદારી સમજીને સ્વદેશી મંત્ર અપનાવવો જોઇએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular