Monday, November 4, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો ફુડ શાખા દ્વારા 24 સ્થળોએથી મેંગો જયુશ-મિલ્ક સેઇકના નમૂના લેવાયા

જામ્યુકો ફુડ શાખા દ્વારા 24 સ્થળોએથી મેંગો જયુશ-મિલ્ક સેઇકના નમૂના લેવાયા

વિવિધ સ્થળોએથી બાફેલા બટેટા, મન્ચયુરીયન, ડ્રેગેન પોટેટો, રાઇસ સહિતની અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરાયો

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા શહેરમાઁ વિવિધ વિસ્તારોમાંથી ચેકિંગ દરમ્યાન બાફેલા બટેટા, બ્રેડ, મન્ચયુરીયન, ડ્રેગેન પોટેટો સહિતની અખાદ્ય ચીજવસ્તુઓન નાશ કરવામાં આવ્યો હતો તેમજ વિવિધ વિસ્તારમાંથી 24 જેટલા મેંગો જયુશ, કેરીનો રસ તથા મેંગો મિલ્ક સેઇકના નમૂના લઇ વડોદરા લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના ફુડ સેફટી ઓફિસર સહિતની ફુડ શાખાની ટીમ દ્વારા જામનગર શહેરમાં વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુઁ. આ ચેકિંગ દરમ્યાન સાધના કોલોનીમાં ધ સ્નેકસ ચેટમાંથી પ00 ગ્રામ બાફેલા બટેટા, ડીડીએસ કિચન પાર્સલ પોઇન્ટમાંથી એક કિલો રાઇસ તથા પ00 ગ્રામ બટેટા, ગ્રીન સીટીમાં વિલિયમ ઝોન પીઝામાંથી બે કિલો બાફેલા બટેટા, 1 કિલો બ્રેડ, પ00 ગ્રામ ચણા, 1 કિલો બાફેલી મકાઇ, પ00 ગ્રામ રાઇસ, રણજીતસાગર રોડ પર શિવમ ફુડમાંથી બે કિલો મન્ચુરીયન, એક કિલો ભાત, બે કિલો ગ્રેવી, પ00 ગ્રામ ડ્રેગન પોટેટો, જેડી ફાસ્ટફુડમાંથી 1પ કિલો લેબલ વગરનો સોસ, ખોડિયાર કોલોનીમાં ભોલેનાથ જયુશ સેન્ટરમાંથી 10 લીટર કલરવાળી ચાસણી મળી આવતા તમામ અખાદ્ય ચીજવસ્તુઓનો સ્થળ પર નાશ કરાવ્યો હતો. તેમજ સાધના કોલોનીમાં પીઝા કીંગ તથા રણજીતસાગર રોડ પર બેઠક રેસ્ટોરન્ટમાં પણ ચેકિંગ હાથ ધરી સાફસફાઇ સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી.

આ ઉપરાંત હાલમાં ઉનાળાની સીઝનને ધ્યાને લઇ વિવિધ વિસ્તારોમાં કેરીના રસનું ચેકિંગ કરાયું હતું જેમાં લીમડાલેનમાં ધારેશ્વર ડેરી સ્વીટ પેેલેસ, 54 દિ.પ્લોમાં શ્રી અંબિકા ડેરી પ્રોડકટસ, કમલેશ ડેરી, શરૂ સેકશન રોડ શ્રી અંબિકા સ્વીટ નમકીન, 9/1 પટેલ કોલોનીમાં કિરીટ સ્વીટ ફરસાણમાંથી કેરીના રસના નમૂના લઇ વડોદરા મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત જી.જી. હોસ્પિટલ સામે જગદીશ પાન કોલ્ડ્રીંક્સ, રંગોલી શ્રી ક્રિષ્ના જ્યુસ ફાસ્ટફૂડ, ઈશ્વર કોલ્ડ્રીંક્સ, બોમ્બે ફ્રુટ જયુસ, શ્રી લક્ષ્મી ફ્રૂટ્સ જ્યુસ, રાજ ટી સ્ટોલ ન્યુ નીલમ જ્યુસ લચ્છી મેંગો મિલ્ક શેઈક (લુઝ) ક્રિકેટ બંગલો પાસે, ગુરુદ્વારા, નુરી જ્યુસ સેન્ટરમેંગો જ્યુસ (લુઝ)એમ.પી.શાહ મેડીકલ કોલેજ સામે, જલારામ ખમણ કેરી નો રસ (લુઝ) રામેશ્વર ચોક, બેમિસાલ ફ્રૂટ્સ સેન્ટર, રામમંદિર શેક સ્નેક્સ, નીલમ જ્યુસ એસ.ટી.સામે, શ્રી સદગુરુ ડેરી ફાર્મ 24 દિગ્વિજય પ્લોટ, શ્રી આશાપુરા જ્યુસ સીઝન સ્ટોર, 14 દિ. પ્લોટ, શિવસાગર જ્યુસ સ્નેક્સ, ગાંધી સોડા શોપ, મહેક જ્યુસ સ્નેક્સ, કૃણાલ જ્યુસ સ્નેક્સ જોલી બંગલો પાસે સહિતના સ્થળોએથી મેંગો મિલ્ક સેકના નમૂના લઇ વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular