12-જામનગર લોકસભા બેઠકમાં ભાજપાના ઉમેદવાર પૂનમબેન દ્વારા જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ પ્રચાર-પ્રસાર અભિયાન વધુ તેજ કરી દેવામાં આવ્યું છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં ઠેક-ઠેકાણે રોડ શો અને સભાઓ તથા કાર્યાલયના ઉદઘાટન સહિતના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમો દરમિયાન જામનગર લોકસભા બેઠકના જામજોધપુર વિધાનસભાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ભવ્ય રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં જામજોધપુરવાસીઓનો ઉત્સાહ અને સમર્થનથી પૂનમબેન વધુ એક વખત વિજય તરફ પ્રયાણ કરી રહ્યા છે.
આગામી દિવસોમાં જામનગર સહિત ગુજરાત રાજ્યની 25 બેઠકો ઉપર ચૂંટણી થનાર છે અને આ લોકસભાની ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટીના 12-જામનગર લોકસભાના ઉમેદવાર 5ૂનમબેન માડમને સમગ્ર હાલારમાં ઠેક ઠેકાણે અભદૂત ઉત્સાહ સાથે પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે. લોકસભાના વિસ્તારોમાં કાર્યાલયોના ઉદઘાટન, ભવ્ય રોડ-શો, રેલીઓ, સભાઓ દ્વારા પ્રચાર-પ્રસાર જોરશોરથી કરવામાં આવી રહ્યા છે. આ પ્રચાર દરમિયાન જામનગર લોકસભામાં સમાવિષ્ટ જામજોધપુર વિધાનસભાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ જામજોધપુરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમટેલા જનસમુદાયને સંબોધતા પૂનમબેન માડમએ જણાવેલ કે, ભારતીય જનતા પાર્ટીની સમર્પિત સેવા છેવાડાના માનવી સુધી પહોંચી છે. પંથકના સૌ નાગરિકોએ ‘મોદી સાહેબની ગેરન્ટી’ માં અપ્રતિમ વિશ્ર્વાસ દાખવી, પ્રચંડ જનસમર્થન ની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. રેલી તથા ઉદબોધન સમયે ઉમટી પડેલ જામજોધપુરવાસીઓનો આ અદભુત ઉત્સાહ અને સમર્થન ચોક્કસપણે એકવાર ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત સુનિશ્ર્ચિત કરનાર પ્રતીત થાય છે. જામજોધપુર મુખ્ય માર્ગ ઉપર લોક્સભાના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમનો ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં ઠેક ઠેકાણે લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ જ્ઞાતિના આગેવાનો, ગરબી મંડળ, સામાજિક સંસ્થા દ્વારા પૂનમબેન માડમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પછી જાહેર સભા યોજવામાં આવી હતી. જેમાં પ્રચંડ જનમેદની ઉમટી હતી.
આ તબ્બકે સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ, જિલ્લા પ્રમુખ રમેશભાઈ મૂંગરા, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, અભિષેકભાઈ પટવા, પ્રવિણસિંહ જાડેજા, પૂર્વમંત્રી ચીમનભાઈ સાપરીયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, ચિરાગ કાલરીયા, શહેર તાલુકા પંચાયત પ્રમુખ જે ટી ડોડીયા, શહેર ભાજપ પ્રમુખ જયેશભાઇ ભાલોડીયા, તાલુકા પંચાયત પ્રભારી ખુશાલભાઈ જાવિયા, પૂર્વ જિલ્લાપંચાયત મહામંત્રી ચેતનભાઈ કડીવાલ, અગ્રણી આગેવાન અમુભાઈ, જિલ્લા પંચાયતના સભ્યો, મોરચા ના પદાહિકારીઓ, શહેર સંગઠનના પદાધિકારીઓ હોદેદારો, કાર્યકર્તાઓ, મહિલાઓ, સામાજિક અગ્રણીઓ વિશાળ સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.