ખંભાળિયામાં સોની બજાર વિસ્તારમાં રહેતા ગણેશ અન્નાભાઈ મેટકરી નામના શખ્સને શરણેશ્વર મંદિર વિસ્તારમાંથી ગતરાત્રે કોલકત્તા અને હૈદરાબાદની ક્રિકેટ ટીમ પર હારજીતના પરિણામ પર સટ્ટો રમતાં ઝડપી લઇ, મોબાઈલ સહિત કુલ રૂપિયા 9,300 નો મુદ્દામાલ કરજે કર્યો હતો. આ પ્રકરણમાં સંદીપ ઉર્ફે ચુનીયો નામનો શખ્સ ફરાર જાહેર થયો છે. જે અંગે પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.