Wednesday, September 11, 2024
Homeરાજ્યજામનગરજામજોધપુરના નિવૃત્ત તલાટી મંત્રી દ્વારા મહિલા સાથે લાખોની છેતરપિંડી

જામજોધપુરના નિવૃત્ત તલાટી મંત્રી દ્વારા મહિલા સાથે લાખોની છેતરપિંડી

ભાગીદારીમાં ખેતીની જમીન ખરીદવા વિશ્ર્વાસમાં લીધા : 11 લાખ મહિલા પાસેથી મેળવી જમીન પુત્રના અને ડેરી જમાઈના નામે કરી લીધી : નિવૃત્ત તલાટી મંત્રી વિરૂધ્ધ પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામજોધપુર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા મહિલાને વિશ્વાસમાં લઇ નિવૃત્ત તલાટી મંત્રીએ 11 લાખની રકમ પડાવી લઇ ખેતીની જમીન તેના પુત્રના અને ડેરીની જમીનનો દસ્તાવેજ તેના જમાઈના નામે કરી વિશ્ઘાવાસઘાત આચર્યાના બનાવમાં મહિલાને ધમકી પણ આપી હતી.

- Advertisement -

છેતરપિંડીના બનાવની વિગત મુજબ, જામજોધપુર ગામમાં સગરાપા ચોક વિસ્તારમાં અંજનાબેન નટુભાઈ ખાંટ (ઉ.વ.45) નામના ખેતીકામ અને ઘરકામ કરતા મહિલા સાથે ભાગીદારીમાં ખેતીની જમીન ખરીદવા માટે નિવૃત્ત તલાટી કમ મંત્રી ચિમન ખાંટે વિશ્વાસમાં લઇ વર્ષ 2018માં ઓગસ્ટ મહિનામાં જમીનનો સોદાખત કરવા માટે 7 લાખની રકમ મેળવી લીધી હતી. તેમજ 2020 માં 2 લાખ રૂપિયા અને માર્ચ 2021 માં 2 લાખ રૂપિયા મળી કુલ રૂા.11 લાખ પડાવી લીધા હતાં અને ત્યારબાદ જે ખેતીની જમીન ભાગીદારીમાં લેવાની હતી તે જમીન તલાટી મંત્રીએ તેના પુત્ર આશિષ ખાંટના નામે કરી લીધી હતી. ઉપરાંત ડેરીની જમીનનો દસ્તાવેજ પણ તેના જમાઈના નામે કરી લીધો હતો.

ત્યારબાદ ખેતીની જમીનનો દસ્તાવેજ ન થવાથી મહિલા દ્વારા અવાર-નવાર પૈસાની માંગણી કરતાં હતાં તેમ છતાં નિવૃત્ત તલાટી મંત્રી પૈસા આપવામાં આનાકાની કરતો હતો. દરમિયાન મહિલાએ ફરી પૈસાની માંગણી કરતાં મહિલાને સિકયોરીટી માટે સોનાના દાગીનાઓ આપ્યા હતાં અને જ્યારે પૈસા પરત આપે ત્યારે દાગીના પરત આપી દેવા જણાવ્યું હતું. પરંતુ મહિલાને શંકા જતા તેણે દાગીનાની ખરાઇ કરાવતા દાગીના ખોટા હોવાનું ખુલતા મહિલાએ નિવૃત્ત તલાટી મંત્રીને દાગીના ખોટા છે તેમ જણાવતા ઉશ્કેરાયેલા નિવૃત્ત તલાટી એ મહિલાને અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. વિશ્વાસઘાત, છેતરપિંડી અને ધમકીના બનાવ અંગેની મહિલા દ્વારા જાણ કરાતા પીઆઈ વાય.જે.વાઘેલા તથા સ્ટાફે નિવૃત્ત તલાટી મંત્રી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular