જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં ઈંડાકળીની રેંકડીના સંચાલક ઉપર બે શખ્સોએ ગાળો કાઢી તાવડા વડે માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રણજીતસાગર રોડ પર રહેતાં પરશોતમભાઈ વાસુદેવ ચાંદ્રા નામનો યુવાન શંકરટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં તેની ઈંડાકળીની રેંકડીએ રવિવારે રાત્રિના સમયે હતો તે દરમિયાન જયેશ પટેલ અને મુન્નાભાઈ પટેલ નામના બે શખ્સોએ આપેલો ઈંડાકળીનો ઓર્ડરમાં સમય લાગતા બંનેએ કેટલી વાર લાગશે ? તેમ કહી બોલાચાલી કરી ગાળો કાઢવાની ના પાડતા રેંકડી સંચાલક ઉપર તાવડીના હાથા વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો અને ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગેની જાણ કરાતા પીએસઆઇ એમ.વી. દવે તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.