Saturday, July 27, 2024
Homeરાજ્યગુજરાતટ્રસ્ટની સ્થાવર મિલકત વેચાણ અંગે બેંક દ્વારા કરેલ હરરાજી અનુચિત ઠેરવતી ગુજરાત...

ટ્રસ્ટની સ્થાવર મિલકત વેચાણ અંગે બેંક દ્વારા કરેલ હરરાજી અનુચિત ઠેરવતી ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ

- Advertisement -

ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ અમદાવાદ દ્વારા ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાવર મિલકત વેચાણ બાબતે બેંક દ્વારા કરવામાં આવેલ હરરાજી અનુચિત ઠેરવી સંયુક્ત ચેરીટી કમિશનર રાજકોટને જગ્યા વેચાણ કરવા કેસ રિમાન્ડ કરતો હુકમ કરવામાં આવ્યો છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ લક્ષ્મીબેન ફૂલચંદ ઝવેરચંદ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે રમણીકલાલ કે. શાહ દ્વારા 4/જી/10, સી. એસ. નં. 4338, સીટ નં. 66વાળી ટ્રસ્ટની માલિકીની જગ્યા વેચાણ કરવા માટે સંયુક્ત ચેરીટી કમીશ્નર રાજકોટ સમક્ષ કલમ 36 હેઠળ અરજી કરવામાં આવી હતી. જે મિલકત અગાઉ તા. 30-3-1971ના રોજ મેં જમનાદાસ માધવજી એન્ડ કંપનીને વાર્ષિક રૂ. 8000થી 31 વર્ષના ભાડાપટ્ટાથી ટ્રસ્ટની મિલકત ભાડે આપવામાં આવી હતી. સદરહુ જગ્યા ભાડે રાખનાર ભાડુઆત દ્વારા સીન્ડીકેટ બેન્કમાંથી લોન લીધેલ હોઈ તે લોનના સંદર્ભમાં ટ્રસ્ટના ટ્ર્સ્ટીઓ કે ચેરીટી કમિશ્નરની પરવાનગી વગર સદરહુ જગ્યા બેંકમાં મોર્ટગેજ મુકવામાં આવેલ અને ત્યાર બાદ લોન લેનાર બેન્કના ડિફોલ્ટર જાહેર થતા બેંકે ડીફોલ્ટરની જગ્યા સાથે ટ્રસ્ટની લીઝવાળી મિલકતનું પણ તા. 4/11/2010ના રોજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની કે મે. ચેરીટી કમિશ્નરની પરવાનગી લીધા વગર સિન્ડીકેટ બેન્કની એસેટ્સ રીકવરી મેનેજમેન્ટ બ્રાંચ-મુંબઈ દ્વારા સર્ટીફીકેટ ઓફ સેલ કરી નાખી હતી.ટ્રસ્ટની સદરહુ જગ્યા બેન્કના સર્ટીફિકેટ ઓફ સેલ અન્વયેના હાલના કબજેદાર ભાડુઆત પાસેથી ખાલી કરાવી શકાય તેમ ન હોય સદરહુ જગ્યા ભાડુતી કબ્જા સાથે વેચાણ કરવા પરવાનગી મેળવવા સંયુક્ત ચેરીટી કમિશ્નર રાજકોટ અરજી કરી હતી.

જે અરજી સંયુક્ત ચેરીટી કમિશ્નર રાજકોટ દ્વારા ના-મંજૂર કરવામાં આવેલ જે હુકમની સામે અરજદાર ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યના મહેસૂલ પંચ (ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ) અમદાવાદ ખાતે અપીલ રજૂ કરી હતી જેમાં મહેસૂલ પંચ દ્વારા સંયુક્ત ચેરીટી કમિશ્નર, રાજકોટ, બેન્ક દ્વારા સર્ટિફિકેટ ઓફ સેલ અન્વયેના હાલના કબજેદાર, સિન્ડીકેટ બેન્ક (હવે મર્જ થતાં કેનેરા બેન્ક) જામનગર, સિન્ડીકેટ બેન્ક-એસેટ રિકવરી મેનેજમેન્ટ બ્રાન્ચ-મુંબઈ. સિન્ડીકેટ બેન્ક જનરલ મેનેજર (લીગલ ડીપાર્ટમેન્ટ)-ગાંધીનગર વગેરેને સામેવાળા તરીકે જોડવામાં આવેલ જેમાં અપીલ અન્વયે ટ્રસ્ટ વતી ટ્રસ્ટના એડવોકેટ ધનજી નકુમ દ્વારા કરવામાં આવેલ દસ્તાવેજી પુરાવાઓ અને ધારદાર દલીલોને ધ્યાને રાખી અને ગુજરાત રાજ્યના મહેસૂલ પંચ (ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ) દ્વારા બેન્ક દ્વારા કરવામાં આવેલ સર્ટિફિકેટ ઓફ સેલની કાર્યવાહીને અનુચિત ઠેરવી સંયુક્ત ચેરીટી કમિશ્નર રાજ્કોટનો હુકમ રદ્દ કરી ટ્રસ્ટની જગ્યા ફરી વેચાણ કરવાની ટ્રસ્ટની અરજીને ફેર-વિચારણા માટે રિમાન્ડ કરવાનો હુકમ થયેલ છે. ટ્રસ્ટ વતી વકીલ ધનજી પી. નકુમ રોકાયેલ હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular